141 બાદ વધુ 2 સાંસદો સસ્પેન્સ, BJPના સાંસદ હેમા માલિનીએ આપ્યો જવાબ

Hema Malini: વિપક્ષમાંથી 141 સાંસદો બાદ વધુ બેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, બહુ જ બધા સવાલો કરે છે અને અજીબ વ્યવહાર કરે છે.

Share:

હાઈલાઇટ્સ

  • હેમા માલિનીએ 141 સાંસદોના સસ્પેન્સન પર કરી વાત
  • વિપક્ષ ખૂબ જ પ્રશ્નો કરે છે, અજીબ વર્તન પણ કર્યુ
  • હેમા માલિનીએ કહ્યું-આ નિર્ણય યોગ્ય છે

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોમાંથી મળીને કુલ 141 સાંસદોને સસ્પેન્સ કરી દેવામાં આવ્યા છે. શિયાળુ સત્ર માટે તેઓને સસ્પેન્સ કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર વધુ બે સાંસદો સસ્પેન્સ થયા છે. ત્યારે સાંસદોનો આ આંકડો 143એ પહોંચ્યો છે. મામલે વિપક્ષ મોદી સરકારને ઘેરી રહી છે. આ દરમિયાન ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીનું નિવેદન સામે આવ્યું છે. 143 સાંસદોના સસ્પેન્સન મુદ્દે ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, વિપક્ષી સાંસદોએ ખૂબ જ સવાલો કર્યા અને અજીબો ગરીબ વ્યવહાર કર્યો. જેના કારણે તેમને સસ્પેન્સ કરી દેવામાં આવ્યા. હેમા માલિનીએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. 

ખૂબ જ સવાલો કરે છે 


એક્સ પર હેમા માલિનીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેલંગાણાના કોંગ્રેસ નેતા સૈમ રામ મોહન રેડ્ડીએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં આ સસ્પેન્સ પાછળનું કારણ જણાવ્યું છે. આ વીડિયોના કારણે મુશ્કેલીમાં ફસાઈ શકે છે. વીડિયોમાં હેમા માલિની કહી રહી છે કે, વિપક્ષી સાંસદોએ ખૂબ જ સવાલો કર્યા હતા અને અજીબો ગરીબ વર્તન કર્યુ હતું. એટલા માટે જ તેઓને સસ્પેન્સ કરી દેવામાં આવ્યા. 

આ નિર્ણય એકદમ યોગ્ય 
સાંસદ હેમા માલિનીએ એવું પણ કહ્યું કે, વિપક્ષનો એકમાત્ર હેતુ એટલો જ છે કે સંસદને ભંગ કરવી અને મોદી સરકારને ઉખાડી ફેંકવી. સસ્પેન્સ કરવામાં આવ્યા એનો અર્થ થાય છે કે તેઓએ કંઈક ખોટુ કર્યુ હશે. સંસદના નિયમો મુજબ, કામ થવું જોઈએ. તેઓ એવું કરતા નથી અને પછી તેમને સસ્પેન્સ કરી દેવામાં આવે છે. આમાં કંઈ ખોટુ નથી. આ યોગ્ય જ છે.