Stock Updates: શેરબજારમાં 6 લાખ કરોડની કમાણી, ભાજપની જીત બાદ રોકાણકારોની લોટરી લાગી?

સોમવારે સેન્સેક્સ 2.05 ટકા અથવા 1383 પોઇન્ટના જંગી ઉછાળા સાથે 68,865 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 2.07 ટકા અથવા 418.90 પોઇન્ટના વધારા સાથે 20,686.80 પર બંધ થયો હતો. જેના કારણે રોકાણકારોને એક જ દિવસમાં 6 લાખ કરોડનો નફો થયો.

Share:

હાઈલાઇટ્સ

  • સેન્સેક્સ 1383 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 68,865 પર બંધ થયો
  • નિફ્ટી 418.90 પોઈન્ટના વધારા સાથે 20686.80 પર બંધ થયો હતો

બિઝનેસ ડેસ્ક: સોમવારે ભારતીય શેરબજારે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. ફાયનાન્સિયલ અને એનર્જી સેક્ટરના શેરોમાં ભારે ઉછાળો નોંધાયો. સેક્ટોરેલ ઈન્ડેક્સેસમાં નાણાકીય સેવાઓ 1.8 ટકા વધી હતી. તે જ સમયે, એનર્જી શેરોમાં 2 ટકાનો વધારો થયો. જેથી શેરબજારમાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં આજે રૂ. 6 લાખ કરોડનો વધારો થયો છે. આમ 3 રાજ્યોમાં સત્તાધારી પક્ષની બમ્પર જીતનો જશ્ન આજે શેરબજારમાં જોવા મળ્યો હોય તેમ લાગી રહ્યું છે.

સેન્સેક્સમાં 68918ની સપાટીએ બંધ

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ સોમવારે 2.05 ટકા અથવા 1383 પોઇન્ટના જંગી ઉછાળા સાથે 68,865 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે મહત્તમ 68,918 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 2.07 ટકા અથવા 418.90 પોઇન્ટના વધારા સાથે 20,686.80 પર બંધ થયો હતો. તે આજે મહત્તમ 20,702.65 પોઈન્ટની સપાટીએ ગયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી-50 પેકના 50 માંથી 44 શેરો લીલા રંગમાં હતા. જ્યારે 6 શેર લાલ નિશાનમાં હતા.

અદાણીના શેરમાં જોરદાર ઉછાળો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે નિફ્ટીના શેર્સમાં સૌથી મોટો વધારો આઇશર મોટર્સમાં 7.45 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.78 ટકા, અદાણી પોર્ટ્સમાં 6.15 ટકા, BPCLમાં 5.53 ટકા અને ICICI બેન્કમાં 4.68 ટકા હતો. તે જ સમયે, HDFC લાઇફમાં 0.83 ટકા, બ્રિટાનિયામાં 0.74 ટકા, એચસીએલ ટેકમાં 0.13 ટકા, સન ફાર્મામાં 0.10 ટકા અને વિપ્રોમાં 0.09 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

Tags :