દેશને ગુલામીના દોરમાં લઈ જવા માંગે છે BJP: નાગપુરથી રાહુલ ગાંધીના પ્રહારો!

આજે તમામ સંસ્થાઓ પર ભાજપનો કબ્જો છે. આજે તમામ વાઈસ ચાન્સેલર એકજ સંગઠનના છે: રાહુલ ગાંધી!

Share:

હાઈલાઇટ્સ

  • આઝાદીની લડાઈ દેશની જનતાએ લડી હતી. રાજા-મહારાજાઓએ નહોતી લડી. તેમની તો પાર્ટનરશીપ હતી: રાહુલ ગાંધી
  • હિંદુસ્તાનની જનતાના કોઈ અધિકારો નહોતા, મહિલાઓના કોઈ અધિકારો નહોતા: રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર નાગપુરમાં એક રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, દેશમાં આજે બે વિચારધારાની લડાઈ છે. વિચાર અને સત્તાની લડાઈ છે. લડાઈની જડ જ વિચારધારા છે. તેમણે એક ભાજપ સાંસદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે થોડા દિવસ પહેલા મને લોકસભામાં મળ્યા હતા. કેટલાય સાંસદ કોંગ્રેસમાં હતા. તેઓ છુપાઈને મને મમળતા હતા અને કહેતા હતા કે રાહુલજી આપની સાથે વાત કરવી જોઈએ. જ્યારે મેં તેમને પૂછ્યું કે તમે તો બીજેપીમાં છો ત્યાં બધુ ઠીક છે ને? તો તેમણે કહ્યું કે, હવે અહીંયા સહન નથી થતું, કોઈ અમારું સાંભળતું નથી.


રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપમાં રાજાઓની વિચારધારા છે. અહીંયા ઉપરથી આવેલા આદેશનું પાલન કરવાનું હોય છે. પરંતુ કોંગ્રેસમાં બધા જ લોકોને બોલવાની આઝાદી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં લોકતંત્ર છે. તેમણે કહ્યું કે, અમારી વિચારધારા કહે છે કે દેશની લગામ હિંદુસ્તાનના હાથમાં હોવી જોઈએ. અમે જનશક્તિની વાત કરીએ છીએ. આપ અમારા તમામ કાયદા જોવો આઝાદીની લડાઈ દેશની જનતાએ લડી હતી. રાજા-મહારાજાઓએ નહોતી લડી. તેમની તો પાર્ટનરશીપ હતી. પરંતુ આ મામલે લોકો ભૂલી જાય છે. લોકોને લાગે છે કે, આઝાદીની લડાઈ અંગ્રેજો અને રાજા-મહારાજાઓ વિરૂદ્ધ હતી. કોંગ્રેસે ગરીબ જનતા માટે લડાઈ લડી છે. હિંદુસ્તાનની જનતાના કોઈ અધિકારો નહોતા, મહિલાઓના કોઈ અધિકારો નહોતા. આ RSS ની વિચારધારા છે. અમે આમાં બદલાવ લાવ્યા છીએ. આ લોકો ફરીથી દેશને એ જ દોરમાં લઈ જવા માંગે છે.

આજે તમામ સંસ્થાઓ પર ભાજપનો કબ્જો છે. આજે તમામ વાઈસ ચાન્સેલર એકજ સંગઠનના છે. તેમને કંઈજ આવડતું નથી. આજે હિંદુસ્તાનના વાઈસ ચાન્સેલર મેરીટના આધારે નથી બનતા. આ દરમિયાન તેમણે મીડિયા પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, અમે દેશની જનતાને દેશની શક્તિ આપવા ઈચ્છીએ છીએ. લોકો કહે છે કે, કોંગ્રેસે શ્વેત ક્રાંતિ કરી. પરંતુ શ્વેત ક્રાંતિ ભારતની નારી શક્તિએ કરી છે. 

Tags :