Vadodara: મુંબઈમાં 11 જગ્યાએ બ્લાસ્ટની ધમકી આપનાર ત્રણ શખ્સોની ધરપકડ

આરબીઆઈની સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ અને અન્ય બે બેંકો સહિત આ સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી

Share:

હાઈલાઇટ્સ

  • પકડાયેલા ત્રણેય યુવકો મૂળ વડોદરાની રહેવાસી છે.

 

RBI ઓફિસને મેઈલ દ્વારા મુંબઈમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી.  આમાં મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની કેટલીક બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ધમકીની જાણ થતા જ તાત્કાલિક ક્રાઈમબ્રાંચ સક્રિય થઈ હતી અને આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકોની વડોદરાથી ધરપકડ કરાઈ છે. હવે તેમને મુંબઈ પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે.  

આ ત્રણેય આરોપીઓએ RBI ને 11 સ્થળોએ બ્લાસ્ટની ધમકી આપતો મેઈલ કર્યો હતો. ધમકી પાળનો મૂળ હેતુ હજી સ્પષ્ટ થયો નથી. આ ત્રણેય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને તેમની પૃષ્ઠભૂમિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા ત્રણેય યુવકો મૂળ વડોદરાની રહેવાસી છે.

જો કે, આરબીઆઈની સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ અને અન્ય બે બેંકો સહિત આ સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘khilafat.india’ નામના ID પરથી મંગળવારે સવારે લગભગ 10.50 વાગ્યે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નરના ઈમેલ આઈડી પર ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં RBIની નવી સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગના સરનામા, ચર્ચગેટમાં HDFC હાઉસ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ICICI બેંક ટાવરમાં બપોરે 1.30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.

FIR મુજબ, ઈમેલ મોકલનાર વ્યક્તિએ વિસ્ફોટ થવાની ધમકી આપી હતી અને માંગ કરી હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે અને ‘બેંકિંગ કૌભાંડ’ના ઘટસ્ફોટ અંગે વિગતવાર નિવેદન જારી કરે.