ભારતમાં લધુમતિ સાથે કોઈ ભેદભાવ નહીં

ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું અમારી સરકાર પર થઈ રહેલા આક્ષેપો પણ ખોટા સાબિત થશે.

Courtesy: Instagram

Share:

હાઈલાઇટ્સ

  • ફાઈનાન્સિયલ ટાઈમ્સે એવું નોંધ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કે જેની કેન્દ્ર સરકારમાં એક પણ મુસ્લિમ પ્રધાન નથી તેના રાજમાં મુસ્લિમ વિરોધી ભાષણો વધી ગયા છે
  • વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો પોતાના તંત્રી લેખ દ્વારા અને જુદા જુદા સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ દ્વારા આવા આક્ષેપો કરે છે પરંતુ લધુમતિ સમાજ દેશમાં એક સ્વતંત્ર નાગરિકને મળે એ તમામ અધિકારો ભોગવે છે જ

કેન્દ્ર સરકાર લધુમતિઓ માટે ભેદભાવ રાખે છે તેના આક્ષેપોને રદીયો આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું  છે કે ભારતીય સમાજ કોઈ પણ ધાર્મિક લધુમતિના સમાજ માટે કોઈ ભેદભાવ નથી રાખતો. બ્રિટિશ બીઝનેસ ડેઈલી ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથે એક ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો પોતાના તંત્રી લેખ દ્વારા અને જુદા જુદા સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ દ્વારા આવા આક્ષેપો કરે છે પરંતુ લધુમતિ સમાજ દેશમાં એક સ્વતંત્ર નાગરિકને મળે એ તમામ અધિકારો ભોગવે છે જ. ફાઈનાન્સિલ ટાઈમ્સે આ ઈન્ટરવ્યૂને રેર એટલે કે જવલ્લેજ મળેલા ઈન્ટરવ્યૂ ગણાવ્યો છે.

ભારતના 2 કરોડથી વધારે મજબૂત એવા લધુમતિ સમાજનું ભારતમાં જ શું ભવિષ્ય છે? તે પ્રશ્નના ઉત્તરમાં વડા પ્રધાને મુસ્લિમ સમાજનો સીધો ઉલ્લેખ કર્યો નહતો. પણ તેમણે પારસી સમાજના આર્થિક વિકાસ અંગે વાત કરી અને કહ્યું કે, આ એક માઈક્રો-માઈનોરીટી છે જે ભારતમાં રહે છે. સમગ્ર વિશ્વમાં સતાવણી પામી રહેલા આ લોકોને ભારતમાં સ્વર્ગ મળ્યું છે જ્યાં આ કોમ ખુશી સાથે વૃદ્ધિ પામી રહ્યાં છે. જે એવુ દર્શાવે છે કે ભારતીય સમાજ કોઈ પણ લધુમતિ માટે કોઈ ભેદભાવ રાખતો નથી.

ફાઈનાન્સિયલ ટાઈમ્સે એવું નોંધ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કે જેની કેન્દ્ર સરકારમાં એક પણ મુસ્લિમ પ્રધાન નથી તેના રાજમાં મુસ્લિમ વિરોધી ભાષણો વધી ગયા છે. આ અખબારે એવું પણ નોંધ્યું છે કે ટીકાકરોએ એવો આક્ષેપ મુક્યો છે કે મોદી સરકાર પોતાના વિરોધીઓ પર તૂટી પડે છે, સમાજને હાંસિયામાં ધકેલે છે અને દેશના મુસ્લિમ સમાજ સાથે ભેદભાવ રાખે છે.

આ સમાચાર પત્રએ એવું પણ નોંધ્યુ છે કે મોદી સરકાર પોતાના ટીકાકરો પર તૂટી પડે છે તેવા મુદ્દે ઘણુ હાસ્ય પણ રેડાયું હતું. મોદીએ એવું કહ્યું હતું કે ટીકાકારોને તેમની ટીકા કરાવનો અધિકાર છે પણ તથ્યો સાથે જવાબ આપવાનો પણ અધિકાર એટલો જ છે.

વડા પ્રધાને એવી પણ ટકોર કરી હતી કે બહારના લોકો આવીને ભારતને ઓછો અંદાજ્યો છે એટલે કે અંડર એસ્ટીમેટ કર્યું છે.

1947માં જ્યારે ભારત આઝાદ થયુ ત્યારે બ્રિટિશરોએ ભારતના ભવિષ્ટ અંગે ઘણી અટકળો કરી હતી. પરંતુ અમે તો એવું જોયું છે કે એ તમામ અટકળો ખોટી સાબિત થઈ છે. એ જ રીતે જે લોકો તેમની સરકારની ભલે ટીકા કરતાં હોય તે લોકો પણ ખોટા સાબિત થશે.