ભારતના સૌથી ધનિકોની રેસ: ઘટી રહ્યું છે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચેનું અંતર

છેલ્લા બે સપ્તાહમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં સતત વધારાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • છેલ્લા બે સપ્તાહમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 18.8 અબજ ડોલરનો વધારો
  • ગૌતમ અદાણી હાલ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 14માં સ્થાને

ગૌતમ અદાણી કે જેમણે આ વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો દરજ્જો ગુમાવ્યો હતો, તેઓ હવે ફરીથી આ રેસમાં પરત ફર્યા છે. કંપનીઓના શેર્સ તેજીના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા બે અઠવાડિયામાં $18.8 બિલિયનનો વધારો થયો છે અને તેઓ હવે મુકેશ અંબાણીને પાછળ છોડી દેવા માટે માત્ર $7 બિલિયન પાછળ છે, જેમની સંપત્તિ હાલમાં $92.3 બિલિયન છે.

અદાણીના શેર્સમાં જોરદાર ઉછાળો
અદાણીની અંગત સંપત્તિ, જે તેમની નવ લિસ્ટેડ એન્ટિટીના મૂલ્ય સાથે જોડાયેલી છે, તેમને હિંડનબર્ગ રિપોર્ટ પછી ફટકો પડ્યો હતો. જો કે, આ મામલે અદાણીને ક્લિનચીટ મળી ગયા બાદ હવે તેમની સંપત્તિ રિલાયન્સ ચીફની નજીક આવી રહી છે.

સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં અદાણી-અંબાણી ક્યા?
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હાલમાં $85.3 બિલિયન છે. વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં બે ભારતીય કોર્પોરેટ એકબીજાથી પાછળ છે તેમજ અંબાણી 13મા ક્રમે છે અને અદાણી વિશ્વના 14મા સૌથી ધનિક વ્યક્તિ છે.

બે અઠવાડિયા: 5 રેન્કનો જમ્પ
અદાણીએ તાજેતરમાં બ્લૂમબર્ગના ટોચના 20 અબજોપતિઓની યાદીમાં પુનઃ પ્રવેશ મેળવ્યો હતો અને તેઓ સતત આગળ વધી રહ્યા છે. 29 નવેમ્બરના રોજ તેઓ 19મા સ્થાને હતા અને બે અઠવાડિયાની અંદર 13મી ડિસેમ્બરે તેઓ વિશ્વના 14મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ત્રણ રાજ્યોમાં સત્તાધારી રાષ્ટ્રીય પક્ષ ભાજપ સત્તા પર આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકે તેના FY24 જીડીપી વૃદ્ધિ દરના અંદાજોને 7% સુધી વધાર્યા બાદ ભારતીય શેરબજારો તેજી પર છે.