પત્ની સાથે બળજબરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બિઝનેસમેનને કોર્ટે ફટકારી આકરી સજા

છત્તીસગઢમાં એક બિઝનેસમેન પોતાની પત્ની સાથે બળજબરી અકુદરતી રીતે શારીરિક સંબંધ બાંધતો હતો. આ કેસમાં કોર્ટે બિઝનેસમેનને જેલની સજા ફટકારી છે.

Share:

હાઈલાઇટ્સ

  • છત્તીસગઢમાં દુર્ગની એક કોર્ટે ફટકારી સજા
  • પત્ની સાથે અકુદરતી રીતે શરીર સંબંધ બાંધ્યા
  • આરોપમાં સામેલ આરોપીની બહેનને પણ સજા

દુર્ગઃ છત્તીસગઢના ભીલાઈ દુર્ગ શહેરમાંથી એક ચોંકાવનારી કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક બિઝનેસમેનને કોર્ટે જેલની સજા ફટકારી છે. આ બિઝનેસમેન પર તેની પત્નીએ બળજબરી અકુદરતી શરીર સંબંધ બાંધવાના આરોપ લગાવ્યા છે. જે બાદ કોર્ટે તેને આકરી સજા ફટકારી છે. પીડિત મહિલાના વકીલના જણાવ્યા મુજબ, લગ્ન બાદ પતિ દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પત્ની પોતાનું લગ્ન જીવન બચાવી રાખવા પ્રયાસો કર્યા પણ આખરે કોર્ટમાં કેસ પહોંચ્યો હતો. 

બળજબરી કરતો હતો પતિ 
પ્રાપ્ત વિગતો મુજબ, આ મહિલાના લગ્ન 2007માં આ બિઝનેસમેન સાથે થયા હતા. લગ્ન બાદ પતિએ પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરુ કર્યુ હતુ. એટલું જ નહીં પતિ તેની સાથે બળજબરીથી અકુદરતી શરીર સંબંધ બાંધતો હતો. માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા બાદ તેને દહેજ માટે હેરાન કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ બધા ત્રાસ સામે પીડિતા પોતાનું લગ્ન જીવન ટકાવી રાખવા માટે હતી. તેણે પતિને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે માન્યો નહીં. 

ધર છોડવાનો વારો આવ્યો 
પતિનો આવો આકરો ત્રાસ મહિલા સહન કરી શકી નહીં. આખરે પીડિતાએ પોતાની સાસરી છોડી દીધી હતી. સાથે જ તેણે પોતાની દીકરીને સિંગલ મધર તરીકે ઉછેરવાનો નિર્ણય કર્યો. તે 2016માં પોતાની દીકરી સાથે પિયરમાં રહેવા માટે જતી રહી. એ પછી 7 મે, 2016માં સુપેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ સહિત બળજબરી અકુદરતી રીતે શરીર સંબંધ બાંધવા વગેરે સહિતના આરોપો લગાવ્યા હતા. 

કોર્ટનો આદેશ 
કોર્ટે કહ્યું કે, આરોપી પર લાગેલો આરોપ આમ તો ગંભીર કહી શકાય. આ ગુનો કલમ 377 હેઠળ આવે છે. જે ખરેખરમાં એક દંડનીય ગુનો છે. આઈપીસીની કલમ 323 હેઠળ સજા ફટકારવામાં આવે છે. સાથે જ રુપિયા 1000નો દંડ પણ ફટકારવામાં આવે છે. આ સિવાય કોર્ટે આરોપીની બહેનને પણ સજા ફટકારી હતી.