CBSEએ 36 શાળાઓની માન્યતા રદ કરી, તમારા બાળકો તો અહીં નથી ભણતા ને?

2024માં યોજાનારી 10મી બોર્ડની પરીક્ષા માટે આ શાળાઓમાંથી 7000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. એક રીતે આ કાર્યવાહી અન્ય શાળાઓ માટે પણ ચેતવણી સમાન છે.

Share:

હાઈલાઇટ્સ

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 36 શાળાઓ સામે મોટી કાર્યવાહી કરી છે
  • CBSEએ બિહારની 26, ઝારખંડની 10 શાળાઓની માન્યતા રદ કરી, જે ધોરણોને પૂર્ણ કરતી નથી

પટણા: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ પટણા ઝોનની 36 શાળાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં, CBSEએ પટણા ઝોનની 36 શાળાઓની માન્યતા રદ કરી છે જે ધોરણોને પૂર્ણ કરતી નથી. બોર્ડે વેબસાઇટ પર શાળાઓની યાદી અપલોડ કરી છે. બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને ચેતવણી આપી છે કે તેઓ હવે આ શાળાઓમાં વિદ્યાર્થીઓનું એડમિશન ના કરાવે.

તમને જણાવી દઈએ કે, આ શાળાઓમાંથી 2024 માટે 7 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડે આ વખતે તેમને છેલ્લી તક આપી છે. એટલે કે બોર્ડે આ શાળાઓને છેલ્લી વખત પરીક્ષા આપવાની તક આપી છે. માહિતી અનુસાર, પટણા ઝોન હેઠળ બિહારની કુલ 26 અને ઝારખંડની 10 શાળાઓની માન્યતા રદ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ તમામ શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે મોટી રકમ વસુલતી હતી. શાળાઓ પાસેથી સુવિધા અને વ્યવસ્થાના નામે માત્ર પૈસા લેવામાં આવતા હતા. આ શાળાઓ ખોટી રીતે ચલાવવામાં આવતી હોવાનો વારંવાર આક્ષેપ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે ઘણી ફરિયાદો બાદ CBSEએ તપાસ બાદ મોટું પગલું ભર્યું છે.

જે શાળાઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે તેમાં પટણા મુસ્લિમ હાઈસ્કૂલ, AVN ઈંગ્લિશ સ્કૂલ, કિડી કોન્વેન્ટ હાઈસ્કૂલ, ન્યૂ દિલ્હી પબ્લિક સ્કૂલ, શેરવુડ સ્કૂલ, દૂન પબ્લિક સ્કૂલ, દિગ્દર્શન સેકન્ડરી સ્કૂલ, નિઝામિયા પબ્લિક સ્કૂલ, AVN સ્કૂલ, સિંધુ પબ્લિક સ્કૂલ, નેશનલ કોન્વેન્ટ હાઈસ્કૂલ, ડેનોબિલી મિશન સ્કૂલ, શેરોન્સ પબ્લિક સ્કૂલ, ટી. રઝા હાઈ સ્કૂલ, એસડીવી પબ્લિક સ્કૂલ, અશ્વિની પબ્લિક સ્કૂલ, મોડલ સેન્ટ માઈકલ હાઈ સ્કૂલ, પ્લાઝમા પાથવેઝ સ્કૂલ અને પટણા જિલ્લામાં હોલી ફેથ ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે.

ગયા અને મુંગેર અને દરભંગાની સ્કૂલો પણ શામેલ
આ ઉપરાંત, IQRA એકેડેમી, દરભંગા, આરડી પબ્લિક સ્કૂલ, હાજીપુર, તક્ષશિલા સ્કૂલ, મુઝફ્ફરપુર, રાઇઝ હાઇ પબ્લિક સ્કૂલ, ઔરંગાબાદ, તક્ષશિલા સ્કૂલ, ગયા, આર્ય બાલ શાંતિ નિકેતન, મુંગેર અને રામાશ્રય રૉય પબ્લિક સ્કૂલ, દરભંગાનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે.