કુસ્તી સંઘનું દંગલઃ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, WFIની માન્યતા રદ્દ

ઓલમ્પિક પદક વિજેતા સાક્ષી મલિકે ઉત્તર પ્રદેશના ગોંડામાં યોજાવા જઈ રહેલી જૂનિયર કુસ્તી નેશનલલના સિલેક્શન પર નિરાશા વ્યક્ત કરી હતી. જે ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ સિંહનો ગઢ છ

Share:

હાઈલાઇટ્સ

  • કુસ્તી સંઘને કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કર્યુ, લીધો મોટો નિર્ણય
  • સાક્ષી મલિકે લગાવ્યા હતા ગંભીર આરોપ
  • જૂનિયર નેશનલ પહેલાં લેવાયો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ પહેલવાન સાક્ષી મલિકે આગામી જૂનિયર રાષ્ટ્રીય પ્રતિયોગિતાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જેના એક દિવસ બાદ સરકારે નવી ચૂંટાયેલી  ભારતીય કુસ્તી મહાસંઘની પેનલને રદ્દ કરી દીધી છે. રમત ગમત મંત્રાલયે બાદમાં કહ્યું કે, WFIને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. WFIનું કામકાજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા નિયંત્રિત પરિસરમાંથી ચાલવામાં આવી રહ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ કથિત પરિસર એ જ છે, જેમાં પ્યેલર્સને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. હાલ આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 

સાક્ષી મલિકે શું કહ્યું?
સાક્ષી મલિકે જૂનિયર નેશનલના આયોજન સ્થળે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જૂનિયર પહેલવાનોના તેમના પર ફોન આવી રહ્યાં છે. તેઓએ એક્સ પર કહ્યું કે, મેં કુસ્તીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ રાતનો ચિંતિત છું. મારે જૂનિયર મહિલા પહેલવાનો વિશે શુ કરવું જોઈએ. જેઓ મને ફોન કરી રહ્યા છે. 28 તારીખથી જૂનિયર નેશનલ શરુ થવા માટે જઈ રહી છે. આ આયોજન નંદની નગરના ગોંડામાં કરવામાં આવ્યું છે. ગોંડા બૃજભૂષણનો ગઢ છે. મહિલા પહેલવાનો ત્યાં રમવા માટે કેવી રીતે જશે. આ નંદની નગર સિવાય તેઓને બીજે ક્યાંય જગ્યા ન મળી. 

પાલન કર્યુ નથી 
નોટિસમાં કહેવામાં આવ્યું છે, નિયમો મુજબ સીનિયર, જૂનિયર અને તમામ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આયોજિત કરવાની વ્યવસ્થા કરવી છે. આવા નિર્ણય કાર્યકારી સમિતિ દ્વારા લેવામાં આવે છે. જેમની સામે એજન્ડાનો વિચાર રજૂ કરવા જરુરી હોય છે. એના માટે બેઠક હોય ચે. નોટિસ આપવી પડે છે. બધુ પતાવતા પતાવતા 15 દિવસનો સમય લાગી જાય છે. પરંતુ ડબલ્યૂએફઆઈના નિર્ણયમાં આ નિયમોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી.