પતિએ કહ્યું પત્ની કાળી છે, છૂટાછેડા આપો... કોર્ટે કહ્યું, ચામળીના રંગના આધારે ભેદભાવ ના થાય

છત્તીસગઢની હાઈકોર્ટે પતિની છૂટાછેડા માટેની અરજી ફગાવી મહિલની તરફેણમાં ચૂકાદો આપ્યો કહ્યું કે તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને તે બેઘર થઈ છે

Courtesy: shopify.com

Share:

હાઈલાઇટ્સ

  • સમાજે ઘરે થતી વાત-ચીત અને સંવાદોને બદલવાની તાતી જરૂર છે. જેમાં ગોરા કે કાળાના ભેદભાવની વાતો ના હોય અને તે પ્રકારની વિચારધારાને જન્મ આપે.

ફેમિલી કોર્ટના ચૂકાદાને માન્ય રાખતા છત્તીસગઢની હાઈકોર્ટે ચામડીના રંગના આધારે પતિએ માંગેના છૂટાછેડાની અરજી ફગાવતાં કહ્યું કે, ચામડીના આધારે ભેદભાવ હવે બંધ થઈ જવો જોઈએ. છત્તીસગઢના એક વ્યક્તિએ એવું કહીને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી કે તેની પત્ની કાળી છે અને તેને છોડીને જતી રહી છે. કોર્ટે પતિની અરજીને ફગાવી દેતાં એવું કહ્યું કે કોર્ટ તેના ચૂકાદા દ્વારા અન્ય લોકોને પણ એવું કરવા માટે પ્રોત્સાહન ના આપી શકે.

જસ્ટીસ ગૈતમ ભદૈરી અને જસ્ટીસ દિપકલ કુમારની બેંચે પોતાનો ચૂકાદો આપતાં જણાવ્યું કે, સમાજે ઘરે થતી વાત-ચીત અને સંવાદોને બદલવાની તાતી જરૂર છે. જેમાં ગોરા કે કાળાના ભેદભાવની વાતો ના હોય અને તે પ્રકારની વિચારધારાને જન્મ આપે.

ચામડીના રંગને લઈને જે ફેરનેસ ક્રીમની જાહેરાતો આવતી હતી તેને લઈને વર્ષ 2020માં ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટમાં જે સુધારા કરવામાં આવ્યા તેનો પણ ઉલ્લેખ કરતાં કર્ટે કહ્યું કે, ચામડીનો રંગ કુટુંબોમાં પાત્ર પસંદગી માટે ઘણો અગત્યનો માનવામા આવે છે.

કોર્ટે કહ્યું કે એ અભ્યાસમાં એવું કહેવામાં આવેલું છે કે ફેરનેસ ક્રીમ ઉત્પાદકો શ્યામ મહિલાઓને જ ટાર્ગેટ બનાવે છે કે તેઓમાં આત્મવિશ્વાસની કમી હોય છે અને તેમને તેમાના ગોરા પાર્ટનર કરતાં ઓછી ચાહના મળે છે. આથી એવો કોઈ દાખલો સમાજમાં બેસાડાય નહીં કે ચામડીના રંગના આધારે છૂટાછેડા મળે.