મુખ્યમંત્રી Bhupendra Patel 27 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન જાપાન-સિંગાપોરની મુલાકાતે જશે

7 વરિષ્ઠ અધિકારીઓની ટીમ પણ તેમની સાથે રહેશે

Courtesy: Image: Twitter

Share:

 

Bhupendra Patel : ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું આયોજન 2024ના પ્રથમ મહિના દરમિયાન થવા જઈ રહ્યું છે.  જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ સમિટ અંતર્ગત 27 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી બે દેશોની મુલાકાતે જશે.

 

 આ દરમિયાન 7 વરિષ્ઠ અધિકારીઓની ટીમ પણ તેમની સાથે રહેશે. તેઓ સિંગાપોર અને જાપાનમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે રોકાણકારોને આકર્ષશે.જ્યાં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel ) ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે

 

જાન્યુઆરી 2024માં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે રાજ્યભરના મોટા શહેરોમાં રોડ શો અને ફંક્શનનું આયોજન કરીને રોકાણકારોમાં એક વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત મુખ્યમંત્રી 27મી નવેમ્બરથી 2જી ડિસેમ્બર સુધી જાપાન અને સિંગાપોરની મુલાકાતે જશે.

 

7 અધિકારીઓ સાથે જશે જાપાન-સિંગાપોર

 

 વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ઉદ્યોગ-ખાણ વિભાગના એસીએસ એસજે હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ઠ પ્રતિનિધિ, ગુજરાતના નિવાસી કમિશનર આરતી કંવર, ઈન્ડેક્સ બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા અને સીએમ પ્રાઈવેટ તેમના વિદેશ પ્રવાસમાં સેક્રેટરી નીલ પટેલ પણ ભૂપેન્દ્ર પટેલ સાથે રહેશે.

મૂડી રોકાણ માટે સૌને પ્રોત્સાહિત કરશે 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel ) અને તેમની સાથેની અધિકારીઓની ટીમ 27 થી 30 નવેમ્બર દરમિયાન જાપાનની મુલાકાત લેશે. આ પછી, મુખ્યમંત્રી 1લી અને 2જી ડિસેમ્બરે સિંગાપોરમાં રહેશે. 

 

ગુજરાતનું પ્રતિનિધિમંડળ બંને દેશોના વડાપ્રધાનો, ઉદ્યોગ, ટેકનોલોજી, શિક્ષણ, ટેકનોક્રેટ્સ અને રોકાણકારો સહિતના વિવિધ ક્ષેત્રોના અધિકારીઓને મળશે અને ગુજરાતમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે આમંત્રણ આપશે.

વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપશે

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel ) આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલું હાઈ લેવલ ડેલિગેશન તારીખ 27થી 30 નવેમ્બર દરમ્યાન જાપાનની મુલાકાત લેશે. બાદમાં પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે.  મુલાકાતમાં સાત કામકાજના દિવસો (મુસાફરી સમય સિવાય)નો સમાવેશ થશે. 

 

આ મુલાકાતનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના સંબંધિત બજેટ વડા પાસેથી ઉઠાવવામાં આવશે.CM ભૂપેન્દ્ર પટેલ પ્રવાસ દરમિયાન વિદેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપશે.