બાળ લગ્નઃ આધુનિક ભારત પર એક ગ્રહણ, આ રાજ્યોમાં ગ્રાફ વધ્યો

ભારતમાં બાળ વિવાહને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં બાળ વિવાહ ખતમ કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારતમાં હજુ પણ બાળ વિવાહ ખતમ થયા નથી
  • રિસર્ચમાં ભારત વિશે ચોંકાવનારો આંકડો સામે આવ્યો
  • આ આંકડાના કારણે આધુનિક ભારત પર ગ્રહણ લાગ્યું છે

નવી દિલ્હીઃ દેશમાં પ્રત્યેક પાંચમાંથી એક છોકરી અને છમાંથી એક છોકરો પરિણીત છે. ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પશ્ચિમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ મુજહ, આપણા દેશમાં બાળ વિવાહને ખતમ કરવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા હતા, તે નિષ્ફળ સાબિત થયા છે. સંશોધન કરનારાઓએ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 1993થી 2021 સુધીના પાંચ વર્ષના સર્વેનો ડેટા તપાસ્યો હતો. જેમાં સામે આવ્યું કે, 2016થી 2021 સુધીમાં અનેક રાજ્યો અને યૂનિયન ટેરિટરીમાં બાળ વિવાહ એક સામાન્ય વાત છે. 

અહીં બાળ વિવાહ વધ્યા 
મણિપુર, પંજાબ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ સહિત છ રાજ્યોમાં નાની ઉંમરની છોકરીઓના વિવાહમાં કમી આવી છે. છત્તીસગઢ, ગોવા, મણિપુર, પંજાબ સહિત આઠ રાજ્યોમાં નાની ઉંમરના બાળકોના લગ્નનો ગ્રાફ વધ્યો છે. આ રિસર્ચમાં હાર્વડ યુનિવર્સિટીની સાથે ભારત સરકારના લોકો પણ સામેલ છે. તેઓનું કહેવું છે કે, ભારતમાં રાષ્ટ્રીય સ્તરે બાળ વિવાહમાં ઘટાડો થયો છે. જ્યારે આંકડા કંઈક બીજુ જ કહે છે. 

શું હતી સ્થિતિ?
1993માં ગર્લ ચાઈલ્ડ મેરેજનો દર 49 ટકા હતો. જે 2021માં 22 ટકા થઈ ગયો. 2006માં બોયઝ ચાઈલ્ડ મેરેજનો દર 7 ટકા ઘટીને 2021માં 2 ટકા પર આવી ગયો. પરંતુ વર્ષ 2016થી 2021 દરમિયાન બાળ વિવાહને રોકવાના પ્રયાસો ખૂબ જ ઓછા કરવામાં આવ્યા. 2006થી 2016 દરમિયાન ચાઈલ્ડ મેરેજમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. 

યુપી સરકારે સારુ કામ કર્યું 
રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ચાઈલ્ડ મેરેજ પ્રથાને ખતમ કરવામાં ઉત્તર પ્રદેશની સરકારે સારુ એવું કામ કર્યું છે. તો પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોને ચાઈલ્ડ મેરેજ રોકવાની દિશામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.