Maldives ને ભરડામાં લઈ રહ્યું ચીન! રાષ્ટ્રપતિ મુઈજ્જુની આ ભૂલ માલદીવ્સને દેવાળીયું બનાવશે!

આ પહેલા પણ કેટલાય દેશો ચીનની આ જાળમાં ફસાઈ ચૂક્યા છે. ચીનની આ જાળમાં તાજેતરમાં જ ફસાનારો દેશ શ્રીલંકા છે. માલદીવનું પડોશી શ્રીલંકા હકીકતમાં ચીન પાસેથી લોન લઈને તેની જાળમાં ફસાઈને જ ડિફોલ્ટર બની ગયું. અને હવે માલદીવ પણ આ જ રસ્તે છે. 

Share:

હાઈલાઇટ્સ

  • માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ ચીન પાસેથી રોકાણની અપીલ કરી રહ્યા છે. તે જ સમયે, ચીને તેના દેવાની વસૂલાત માટે દબાણ શરૂ કર્યું છે.
  • માલદીવ પર ચીનનું દેવું એટલું વધી ગયું છે કે, ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે માલદીવને ચેતવણી આપી દિધી છે. 

ભારત સાથે વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ચીનના પ્રવાસે હતા. આ દરમિયાન મુઈજ્જુએ ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આ મુલાકાત બાદ મુઈજજુ ભારતના વિરોધમાં ચીનને પોતાનું જૂનું મિત્ર ગણાવી રહ્યું છે. ચીન પણ વિવાદને જોતા પોતાનો પ્રભાવ વધારવામાં લાગ્યું છે. તે મોટા ઉપાડે માલદીવની આર્થિક મદદની વાત કરી રહ્યું છે. પરંતુ ચીન સાથે રહીને સૌથી મોટું નુકસાન માલદીવને જ થવાનું છે કારણ કે, માલદીવ ધીમે-ધીમે ચીનની લોનની જાળમાં ફસાઈ ચૂક્યું છે. માલદીવ પર ચીનનું દેવું એટલું વધી ગયું છે કે, ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે માલદીવને ચેતવણી આપી દિધી છે. 

આ પહેલા પણ કેટલાય દેશો ચીનની આ જાળમાં ફસાઈ ચૂક્યા છે. ચીનની આ જાળમાં તાજેતરમાં જ ફસાનારો દેશ શ્રીલંકા છે. માલદીવનું પડોશી શ્રીલંકા હકીકતમાં ચીન પાસેથી લોન લઈને તેની જાળમાં ફસાઈને જ ડિફોલ્ટર બની ગયું. અને હવે માલદીવ પણ આ જ રસ્તે છે. 

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ ચીન પાસેથી રોકાણની અપીલ કરી રહ્યા છે. તે જ સમયે, ચીને તેના દેવાની વસૂલાત માટે દબાણ શરૂ કર્યું છે. ઓક્ટોબરમાં જારી કરાયેલા IMFના રિપોર્ટમાં માલદીવને ચીન પાસેથી વધુ લોન ન લેવા સામે ચેતવણી આપવામાં આવી છે. IMFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માલદીવની નાણાકીય વ્યવસ્થા અને જવાબદારીઓ મુશ્કેલીમાં આવી શકે છે. IMFના ડેટા અનુસાર, માલદીવની GDP US $4.9 બિલિયન છે. લોનની ચુકવણીને લઈને કોઈ મોટું સંકટ આવી શકે છે.

મુઈજ્જુએ લોન ચૂકવવા માટે સમય માંગ્યો છે 
રિપોર્ટ અનુસાર મુઈજ્જુએ લોનની ચુકવણી માટે વધુ સમય માંગ્યો છે. મુઇજ્જુએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લોનની ચુકવણી ફરીથી શેડ્યૂલ કરવા વિનંતી કરી છે. આગામી પાંચ વર્ષમાં લોનની ચુકવણી માટે મોરેટોરિયમની પણ માંગ કરવામાં આવી છે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં વાતચીત શરૂ થશે.