'મેં જાહેર અને ખાનગી બંને જગ્યાએ ભેદભાવ જોયો છે', CJI ચંદ્રચૂડે આવું કેમ કહ્યું?

CJI ચંદ્રચૂડે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, મહિલાઓને પણ પુરુષો સમાન તકો આપવી જોઈએ. યુવા અને કાબેલ મહિલા વકીલોની કોઈ કમી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, પારીવારિક જવાબદારીઓ ઓફિસના કામમાં આડખીલી બનશે.

Share:

હાઈલાઇટ્સ

  • મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે
  • જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં ભેદભાવ
  • સુપ્રીમ કોર્ટના સીજેઆઈએ કરી મોટી વાત

બેંગાલુરુઃ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, ઘરની અંદર મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન થતુ હોવાથી તેને લઈને કાયદો બનાવવો જોઈએ. બેંગાલુરુમાં આવેલી નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા આ વાત કરી હતી. તેઓએ કહ્યું કે, ઘરોમાં મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન થવું એ સામાન્ય વાત છે. મેં પણ ખાનગી અને જાહેર એમ બંને જગ્યાએ ભેદભાવ જોયા છે. ત્યારે હવે સમય પાકી ગયો છે કે, આવા મામલે હવે કાયદો બનાવવામાં આવે. 

બંને જગ્યાએ ભેદભાવ
સીજેઆઈ ચંદ્રચુડે આ ઈવેન્ટમાં કહ્યું કે, મેં જાહેર અને ખાનગી બંને જગ્યાએ ભેદભાવ જોયા છે. ભારતીય દંડ સંહિતામાં કાયદો છે કે, જ્યારે બે કે બેથી વધારે વ્યક્તિઓ ઝઘડીને સાર્વજનિક શાંતિ ભંગ કરે છે તો તેને ગુનો માનવામા આવે છે. જો કે, આ ત્યારે જ દંડ છે કે જ્યારે તે સાર્વજનિક જગ્યાએ થયું હોય. પણ જો તમે કોઈ ખાનગી જગ્યાએ આવું કરો તો તે ગુનો માનવામાં આવતો નથી. જેની પાછળ ક્યારેક નારીવાદને  પણ આધાર બનાવવામાં આવ્યો છે. 

ઘરમાં મહેનત કરે એનું મહેનતાણુ નહીં 
ચંદ્રચૂડે કહ્યું કે, મહિલાઓ ઘરમાં સતત ગૃહિણીઓ તરીકે કામ કરતી હોય છે. એટલા માટે તેને આર્થિક ફાયદો થાય એની પણ જગ્યા છે. તેમ છતા મહિલાને આર્થિક મહેનતાણુ પણ નથી મળતું. તે ઘરમાં મહેનત કરે તેમ છતાં તેને મહેનતાણુ ચૂકવાતું નથી. તેને માત્ર શારીરિક સંબંધો સુધી જ સિમિત રાખવામાં આવે છે. આ પણ એક પ્રકારના અધિકારોનું ઉલ્લંઘન છે. 

Tags :