ટેબલ પર ચારેય બાજુ નોટોના બંડલ.. 4 દિવસથી કાઉન્ટિંગ ચાલુ, જુઓ કોંગ્રેસ MPની કાળી કમાણી

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. 6 ડિસેમ્બરે, આવકવેરા વિભાગની ટીમે ઝારખંડ અને ઓડિશામાં ધીરજ સાહુના અનેક સ્થળો પર એક સાથે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘર પર ITના દરોડા ચાલુ છે
  • અત્યાર સુધી વિવિધ સ્થળોએથી મોટી રોકડ મળી આવી છે

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘર પર આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી છે. આ દરોડા ઓડિશા અને ઝારખંડમાં સ્થિત કોંગ્રેસના નેતાઓના ઠેકાણાઓ પર પાડવામાં આવી રહ્યા છે. ઓડિશાના બાલાંગિરમાં એટલી રોકડ મળી છે કે નોટો ગણવા માટે આખી ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીં જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે ટેબલ પર ચારે બાજુ નોટોનો ઢગલા છે. ત્યાં એટલી મોટી રોકડ છે કે નોટ ગણવાનું મશીન પણ હાંફી જાય છે. છેલ્લા 4 દિવસથી 40 મશીન પર ગણતરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

મોટાભાગની નોટો 500 રૂપિયાની
કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના પરિસરમાંથી મળી આવેલી રોકડની ગણતરી ચાલી રહી છે. આ રોકડ ધીરજ સાહુ પાસેથી કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલી સૌથી વધુ રોકડ છે. આ સિવાય જ્વેલરીની 3 સૂટકેસ મળી આવી હતી. ઓડિશામાં સરકારી બેંકની શાખાઓમાં સતત રોકડ જમા થઈ રહી છે. આ નોટો મોટાભાગે રૂ. 500ની છે.

મશીનો ગરમ થઈને બંધ પડી ગયા
આવકવેરા વિભાગની ટીમ એ શોધી રહી છે કે સાહુએ વધુ કેટલું કાળું નાણું છુપાવ્યું છે. આ અંગે આવકવેરાના દરોડા ચાલુ છે. છેલ્લા બે દિવસમાં તેમના ઘરેથી એટલી રોકડ મળી આવી હતી કે તેને ગણવાનું મશીનો પણ ગરમ થઈને બંધ પડી ગયા. સાહુના ઘરે હજુ પણ અધિકારીઓ અને CISFના જવાનો તૈનાત છે.

આ બાબતે SBI બાલાંગિરના રિજનલ મેનેજર ભગત બેહરાએ કહ્યું કે હાલમાં અમે બે દિવસમાં તમામ પૈસાની ગણતરી કરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ. રોકડની ગણતરી માટે 50 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. પેકેટોની ગણતરી કરવામાં આવી રહી છે. તિતલાગઢમાં પણ કેટલાક પૈસાની ગણતરી કરવામાં આવી છે. આવકવેરા અને પોલીસ વિભાગે બેંક વિસ્તારમાં સુરક્ષા સઘન બનાવી છે. સૂત્રોનું કહેવું છે કે દેશની કોઈપણ એજન્સી દ્વારા એક જ જૂથ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામેની કાર્યવાહીના ભાગરૂપે આ અત્યાર સુધીની સૌથી વધુ રોકડ જપ્તી છે.