Crowd Funding અભિયાનઃ 48 કલાકમાં દેશના લોકોએ 'કોંગ્રેસ'ની 'જોળી' માં નાંખ્યા "3 કરોડ"

દાન આપનારા લોકોમાં સૌથી વધારે લોકોએ 138 રૂપીયાનું દાન કર્યું છે. માત્ર 32 લોકોએ 1 લાખ 38 હજાર રૂપીયાનું દાન આપ્યું

Share:

હાઈલાઇટ્સ

  • 81 ટકા લોકોએ UPI ના માધ્યમથી દાન કર્યું અને 8 ટકા લોકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા પોતાનું યોગદાન આપ્યું
  • કોંગ્રેસ રાહુલ ગાંધી દ્વારા સહી કરાયલી ટી-શર્ટ અને ટોપી જેવા સાહિત્યનું વિતરણ પણ કરશે

કોંગ્રેસે પોતાના ક્રાઉડ ફંડિંગ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન શરૂ કર્યાના 48 કલાકની અંદર જ કોંગ્રેસને 1 લાખ 13 હજારથી વધારે દાતાઓ પાસેથી આશરે 3 કરોડ રૂપીયાનું દાન મળ્યું છે. કોંગ્રેસે વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે પૈસા એકત્ર કરવા માટે આ રાષ્ટ્રવ્યાપી ક્રાઉડ ફંડિંગ અભિયાન ‘ડોનેટ ફોર દેશ’ શરૂ કર્યું હતું. 

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, દાન આપનારા લોકોમાં સૌથી વધારે લોકોએ 138 રૂપીયાનું દાન કર્યું છે. માત્ર 32 લોકોએ 1 લાખ 38 હજાર રૂપીયાનું દાન આપ્યું છે. 626 જેટલા લોકએ 13000 રૂપીયા અને 680 રૂપીયાનું દાન આપ્યું છે. 1.38 લાખ રૂપીયા દાન કરનારાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અશોક ગહેલોત, સીપી જોશી, જિરંજન પટનાયક, સુશીલ કુમાર શિંદે, ટીએસ સિંહ દેવ, જયરામ રમેશ અને પવન ખેડા જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 11 લાખથી વધારે લોકોએ Donateinc.in પર વિઝીટ કર્યું હતું. 

સુત્રો અનુસાર, કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણી પૂર્વે પોતાના પક્ષમાં માહોલ બનાવવા માટે સંપન્ન લોકોને ફંડિંગને વેગ આપવા માટે અને રાજ્યોના દિગ્ગજ નેતાઓની ભાગીદારી સુનિશ્ચીત કરવા માટે રાજજ્યોમાં કેન્દ્રીય સુપરવાઈઝર્સને મોકલશે. આ જ પ્રકારે આખા દેશમાં દરેક મતક્ષેત્રમાં પ્રતિ બૂથ ઓછામાં ઓછા 10 લોકો સુધી પહોંચવા માટે ઘર-ઘર અભિયાન જલદી જ શરૂ કરવામાં આવશે. 

પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે, જ્યારે કોંગ્રેસ સાર્વજનિક રેલીઓ દરમિયાન QR કોડ દ્વારા સામાન્ય જનતા પાસેથી પૈસા માંગશે. રસપ્રદ વાત એ છે કે, દેશની સૌથી જૂની પાર્ટી ભારત જોડો યાત્રા દરમિયાન પોતાની વધેલી લોકપ્રિયતાને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી દ્વારા સહી કરાયલી ટી-શર્ટ અને ટોપી જેવા સાહિત્યનું વિતરણ પણ કરશે. 

કોંગ્રેસને સૌથી વધારે મહારાષ્ટ્રમાં 50 લાખ રૂપીયા, રાજસ્થાનથી 26 લાખ રૂપીયા, દિલ્હીથી 20 લાખ રૂપીયા, ઉત્તર પ્રદેશથી 19 લાખ રૂપીયા અને કર્ણાટકમાંથી 18  લાખ રૂપીયા મળ્યા છે. 

81 ટકા લોકોએ UPI ના માધ્યમથી દાન કર્યું છે, અને 8 ટકા લોકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા પોતાનું યોગદાન આપ્યું છે. દાન કરનારા લોકોમાં સૌથી વધારે બિહારના છે. જો કે, તેમની રકમ ઓછી છે.