રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના નિમંત્રણને કોંગ્રેસે ઠુકરાવ્યુંઃ કહ્યું, આ RSS-ભાજપનો કાર્યક્રમ

કોંગ્રેસ મહાસચીવ જયરામ રમેશે કહ્યું કે, અધૂરા મંદિરના ઉદ્ઘાટનથી સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી અને RSS આનો ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે. ભારતમાં કરોડો લોકો ભગવાન રામની પૂજા કરે છે અને ધર્મ એ વ્યક્તિગત મામલો છે.

Share:

 

આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બનેલા ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ છે. અનેક લોકોને આમંત્રણ પાઠવી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે, તેના નેતા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી નહીં આપે. 

આ નિમંત્રણને ઠુકરાવીને કોંગ્રેસે એ સંકેત આપ્યો છે કે, તે જરૂર પડવા પર આ મામલે લાંબી વૈચારીક લડાઈ લડવા માટે તૈયાર છે અને તે સંઘ પરિવારની હિંદુત્વની રાજનીતિ આગળ આત્મસમર્પણ નહીં કરે, પછી ભલે તેનું ગમે તેટલું રાજકીય કે અન્ય નુકસાન થઈ જાય.

કોંગ્રેસ મહાસચીવ જયરામ રમેશે કહ્યું કે, અધૂરા મંદિરના ઉદ્ઘાટનથી સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી અને RSS આનો ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે. ભારતમાં કરોડો લોકો ભગવાન રામની પૂજા કરે છે અને ધર્મ એ વ્યક્તિગત મામલો છે. પરંતુ RSS-BJP એ અયોધ્યામાં મંદિરને રાજનૈતિક પરિયોજના ગણાવી દિધી છે. 

કોંગ્રેસે કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચોધરી શામીલ નહીં થાય. 

આગામી 22 જાન્યુઆરીના રોજ થનારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોંગ્રેસના ત્રણ પ્રમુખ નેતાઓ ખડગે, સોનિયા અને અધીર રંજનને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, કોંગ્રેસ શાસિત રાજ્યના કેટલાક મંત્રી કાર્યક્રમમાં શામિલ થશે.