પરદેશમાંથી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, કેરળમાં વધી રહેલાં કેસોએ ટેન્શન વધાર્યુ

Corona New Variant: આ નવો સબ વેરિએન્ટ જેએન 1 અને કોવિડના જ પિરોલા વેરિએન્ટનો વંશજ છે. કેરળમાં આના વધી રહેલાં કેસોએ આખા દેશમાં ચિંતા વધારી છે.

Share:

હાઈલાઇટ્સ

  • કેરળમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી
  • વિદેશ બાદ હવે દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં
  • ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 938, કેરળમાં 768

Covid-19 New Variant Kerala: કોરોના વાયરસથી હજુ સુધી આપણે છૂટકારો મળ્યો નથી. સમય સમયના અંતરાલે એક નવા નવા વેરિએન્ટ સાથે તે ફરીથી પાછો ફરી રહ્યો છે. કોવિડનો એક સૌથી નવો સબ વેરિએન્ટ JN.1એ અમેરિકામાં ચિંતા વધારી દીધી છે. હવે આ નવા વેરિએન્ટના કેસ ભારતના કેરળમાંથી પણ સામે આવ્યા છે. બીજી તરફ, યુએસ એક નવા કોવિડ વેરિએન્ટ HV.1 સામે ઝઝૂમી રહ્યું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, શિયાળાની શરુઆત થવાના કારણે નવા કેસોની સંખ્યા વધી શકે છે. ઉપરના બંને વેરિએન્ટ પિરોલા કે બીએ 2.86ના જ વંશજ છે. કેરળમાં વધી રહેલાં કેસોએ આખા દેશની ચિંતા વધારી દીધી છે. 

કેરળમાં થઈ પુષ્ટિ 
કેરળમાં આ નવા સબવેરિએન્ટની પુષ્ટિ ભારતીય સાર્સ સીઓવી 2 (SARS-CoV-2) જીનોમિક્સ કંસોર્ટિયમે કરી છે. નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર રાજીવ જયદેવે જણાવ્યું કે, જેએન1 ભારતમાં ખાસ કરીને કેરળમાં હાલમાંજ કોવિડના કેસોમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ છે. 

શું છે આના લક્ષણો?
આ સબ વેરિએન્ટના લક્ષણોની વાત કરવામાં આવે તો તેમાં તાવ, શરદી, ખાંસી, સતત ખાંસી, નાક બંધ થઈ જવું કે પછી જામ થઈ જવું. ઝાડા થઈ જવા અને સતત માથુ દુખવું. 

ભારતમાં કોવિડના કેસોમાં ઉછાળો 
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલ 938એ પહોંચી ગઈ છે. જેમાં કેરળમાં સૌથી વધારે નવા 768 નવા દર્દીઓ સામે આવ્યા છે.  નવો વેરિએન્ટ પહેલીવાર ઓગસ્ટ 2023માં યુરોપમાં જોવા મળ્યો હતો. એ પછી ઈંગ્લેન્ડ, આઈલેન્ડ, ફ્રાંસ થઈ અમેરિકા અને હવે ભારતમાં પણ તેના કેસ જોવા મળ્યા છે. અમેરિકામાં જેએન1 વાયરસને ખૂબ જ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. વેક્સિનની પણ તેના પર કોઈ અસર થતી નથી. 

સિંગાપોર, ઈન્ડોનેશિયામાં કેવી છે સ્થિતિ? 
તો સાઉથઈસ્ટ એશિયન કંટ્રીમાં પણ હવે પ્રતિબંધો લાદવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈન્ડોનેશિયા અને સિંગાપોરમાં પણ હવે માસ્ક ફરજિયાત કરવાની વાતો ચાલી રહી છે. એરપોર્ટ પર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. સ્કેનરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ કેસો વધતા ચિંતા વ્યક્ત કરી હતી. ઈન્ડોનેશિયાના એરપોર્ટ પર પણ સ્કેનર અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. અહીં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. મલેશિયામાં એક અઠવાડિયામાં બેગણા કેસ થઈ ગયા હતા.