તેજીથી વધી રહ્યા છે કોરોનાના JN.1 વેરિઅન્ટના કેસોઃ 30 દિવસમાં રેકોર્ડતોડ કેસ સામે આવ્યા!

ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 752 જેટલા કેસ સામે આવ્યા છે

Share:

હાઈલાઇટ્સ

  • છેલ્લા 4 સપ્તાહમાં દુનિયાભરમાં કોવિડ મામલાઓની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે
  • છેલ્લા 28 દિવસની તુલનામાં નવા મૃત્યુની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે

કોરોના મહામારીએ ફરીથી એકવાર ભારતમાં માથુ ઉચક્યું છે. કોવિડના નવા વેરિઅન્ટ JN.1 ના કારણે લોકોમાં ફરીથી ભયનો માહોલ ફેલાયો છે. સતત વધી રહેલા કોરોના કેસના કારણે બે વર્ષ પહેલા જે ભયંકત તકલીફો વેઠી હતી તેની યાદો લોકોને તાજી થઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 752 જેટલા કેસ સામે આવ્યા છે. WHO એ પણ કોરોનાના વધતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. 

WHO અનુસાર, છેલ્લા 4 સપ્તાહમાં દુનિયાભરમાં કોવિડ મામલાઓની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન 8 લાખ 50 હજાર નવા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 28 દિવસની તુલનામાં નવા મૃત્યુની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાથે જ 3 હજારથી વધારે લોકોના મોત થયા છે. તો વિશ્વ સ્તર પર 1600 થી વધારે દર્દીઓ કોરોનાના નવા વેરીઅન્ટના કારણે ICU માં ભરતી છે. 

સતત વધી રહેલા કોરોનાના કેસ પર WHO એ પણ ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાનું કહેવું છે કે, તેઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ સાથે જ WHO નું કહેવું છે કે, વધતા કેસોને જોતા સાવધાની રાખવી ખૂબજ જરૂરી છે. 

તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિંગાપોર સૌથી ખરાબ સ્થિતિમાં છે, અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ જ કારણ છે કે સિંગાપોરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.