અત્યંત મહત્વપૂર્ણ પડાવ પર આદિત્ય L1: હાલો ઓરબિટમાં એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ

ઈસરોએ આ સ્પેસક્રાફ્ટને 2 ડિસેમ્બર 2023 ના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું હતું. આશા છે કે, 6 જાન્યુઆરી 2024ના રોજ આની યાત્રા પૂરી થઈ જશે. 

Share:

હાઈલાઇટ્સ

  • 15 લાખ કિલોમીટરથી વધારેની યાત્રા બાદ આ સ્પેસક્રાફ્ટ હવે પોતાની યાત્રાના અંતિમ પડાવમાં છે
  • L1 પોઈન્ટના મહત્વને નકારી ન શકાય. આની જગ્યાએથી આદિત્ય એલ1 કોઈપણ પ્રકારની બાધા વગર સૂર્યનું અધ્યયન કરી શકે છે

ભારતનું સૂર્ય મિશન પોતાના અત્યંત મહત્વપૂર્ણ પડાવ પર પહોંચવાનું છે. આ પ્રક્રિયામાં લૈંગ્રેજ પોઈન્ટ 1 સુધી પહોંચવા માટે એક જટીલ ચરણમાંથી પસાર થવાનું છે. આપને જણાવી દઈએ કે, લૈંગ્રેજ પોઈન્ટ ધરતી અને સૂર્ય વચ્ચે ગુરૂત્વાકર્ષણ સંતુલનનું બિંદુ છે. 15 લાખ કિલોમીટરથી વધારેની યાત્રા બાદ આ સ્પેસક્રાફ્ટ હવે પોતાની યાત્રાના અંતિમ પડાવમાં છે. ઉલ્લેખનીય છે કે, ઈસરોએ આ સ્પેસક્રાફ્ટને 2 ડિસેમ્બર 2023 ના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું હતું. આશા છે કે, 6 જાન્યુઆરી 2024ના રોજ આની યાત્રા પૂરી થઈ જશે. 

L1 પોઈન્ટના મહત્વને નકારી ન શકાય. આની જગ્યાએથી આદિત્ય એલ1 કોઈપણ પ્રકારની બાધા વગર સૂર્યનું અધ્યયન કરી શકે છે. આ દરમિયાન સૂર્યનું વાતાવરણ, આના પર ઉઠનારા ચુંબકીય તોફાનો અને ધરતી પર આની અસર વિશે વિસ્તૃત અધ્યયન કરવામાં આવશે. અંતરીક્ષ યાન કોરોનલ માસ ઈજેક્શન અને આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્ર જેવી વિભિન્ન ઘટનાઓની જાણકારી પણ એકત્ર કરશે. આનાથી ન માત્ર ભારત પરંતુ વિશ્વભરના વૈજ્ઞાનિક સમુદાયને મહત્વપૂર્ણ આંકડા મળશે. 

ઈન્સર્શનની પ્રોસેસ પૂર્ણ રીતે સફળ રહે તેના માટે ઈસરોની ટીમે કેટલીક સાવધાનીઓ રાખવી પડશે. આની અંતર્ગત અંતરીક્ષ યાનની સ્થિતિ અને સ્પીડની સતત દેખરેખ રાખવી જોઈએ. આ નક્કી રસ્તાથી ભટકી નજાય એટલા માટે ઓનબોર્ડ થ્રસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવશે.