Rishikeshમાં Pre Wedding શૂટ કરવું પડ્યું ભારે, અચાનક પાણી વધતા કપલ ગંગામાં તણાયુ

ઋષિકેશમાં એક કપલ પ્રિ વેડિંગ શૂટ માટે પહોંચ્યું હતું પણ તેમને આ શૂટ ભાર પડી ગયુ હતુ. તેઓ ગંગા નદીના પાણીમા તણાયા હતા. જો કે, તેમને બચાવી લેવામાં આવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • પ્રિ વેડિંગ શૂટ માટે આવેલું કપલ તણાયુ
  • ગંગામાં અચાનક પાણી વધતા તણાયુ હતુ કપલ
  • રાફ્ટિંગ કેમ્પના સંચાલકે જીવ કપલનો જીવ બચાવ્યો હતો

ઋષિકેશઃ ગંગા વચ્ચે પ્રિ વેડિંગ શૂટ દરમિયાન દિલ્હીથી આવેલા એક કપલનું જીવન ખતરામાં પડ્યુ હતુ. ગંગા નદીના પાણીનું સ્તર અચાનક વધી ગયુ હતુ અને પછી આ કપલ તણાયુ હતુ. તેઓ એક પથ્થર પર ફસાઈ ગયા હતા. આ વાત જ્યારે નજીકમાં રાફ્ટિંગ કરી રહેલાં કેમ્પના સંચાલકને ખબર પડી તો તેઓએ રાફ્ટની મદદથી બંનેને બચાવી લીધા હતા. ઘટના સ્થળે હાજર કેટલાંક લોકોએ આ ઘટના કેમેરામાં કેદ કરી હતી અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. 

ગંગાનું સ્તર વધ્યું 
એસડીઆરએફના જણાવ્યા મુજબ, આ ઘટના ગુરુવારની છે. દિલ્હીમાં રહેતા માનસ અને અંજલિ પોતાના લગ્ન માટે પ્રિ વેડિંગ શૂટ માટે અહીં પહોંચ્યા હતા. બંને ઋષિકેશ બદરીનાથના રસ્તા પર બ્યાસી પહેલાં માલા ખૂંટી પર શૂટિંગ કરી રહ્યા હતા. ફોટોગ્રાફરે તસવીર લેવા માટે બંનેને એક પથ્થર પર બેસાડ્યા હતા. આ દરમિયાન ગંગા નદીના પાણીનું સ્તર અચાનક વધ્યુ હતું. જે બાદ આ કપલ ગંગામાં તણાયુ હતુ. તણાતા કપલે બૂમાબૂમ મચાવી દીધી હતી. 

આ રીતે બચાવ્યા 
જો કે, નજીકમાં જ હાજર રાફ્ટિંગ કેમ્પના સંચાલકે આ ઘટના જોઈ અને પછી તે રાફ્ટ લઈને ત્યાં પહોંચ્યા હતા. બાદમાં દોરડાની મદદથી તેમને બચાવ્યા હતા. જો કે, પાણીનો પ્રવાહ જોરદાર હોવાથી તેમને બચાવવામાં કેટલીક મુશ્કેલીઓ પડી હતી. પાણીનો પ્રવાહ તેજ હોવાથી બંનેના હાથ પણ છૂટી ગયા હતા. એ પછી પણ કેમ્પના સંચાલકે હાર ન માની અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આ દરમિયાન એસડીઆરએફના જવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. ટીમે સીપીઆર પણ આપ્યો હતો.