કોરોનાના JN.1ના 162 કેસ નોંધાયા, સૌથી વધુ કેરળ અને ગુજરાતમાંથી

INSACOGના આંકડાની વાત કરવામાં આવે તો સૌથી વધુ કેસ કેરળ અને ગુજરાતમાંથી સામે આવ્યા છે. હાલ આ નવા વેરિઅન્ટના દેશમાં 162 કેસ નોધાયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • દેશમાં કોરોનાના નવા કેસ 162 નોધાયા
  • ગુજરાત અને કેરળમાંથી સૌથી વધુ કેસ
  • જો કે, એનાથી સ્વાસ્થ્ય પર વધારે અસર નહીં

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા સબ વેરિયન્ટ જેએન 1ના અત્યાર સુધીમાં 162 કેસ સામે આવ્યા છે. સૌથી વધારે કેસ કેરળ અને ગુજરાતમાંથી સામે આવ્યા છે. કેરળમાં સૌથી વધારે 83 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે 34 કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે. ઈન્ડિયન સાર્સ સીઓવી2 જીનોમિક્સ કંસોર્ટિયમ દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ જાણકારી સામે આવી છે. 

ગુજરાત-કેરળ આગળ 
આ આંકડાઓ મુજબ, કેટલાંક રાજ્યોમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં કોવિડના કેસમાં વધારો થયો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અત્યાર સુધી આ વાયરસના સંક્રમણનો આંકડો આપ્યો છે. INSACOGના જણાવ્યા મુજબ, કોરોના વાયરસ તરીકે જેએન1ના સૌથી વધુ કેસ કેરળમાં 83 અને ગુજરાતમાં 34 નોધાયા છે. ગોવાાં 18 અને કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને દિલ્હીમાં એક કેસ નોંધાયો છે. 
 
ચિંતા ઓછી છે 
INSACOGના આંકડા મુજબ, ડિસેમ્બરમાં દેશમાં સંક્રમિતોનો આંકડો 145 હતો. જ્યારે નવેમ્બરમાં 17 કેસ સામે આવ્યા હતા. ડબલ્યૂઓએચનું માનીએ તો જેએન1 તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેથી તેને ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. જો કે, આ લોકોના સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક નથી. કેન્દ્ર સરકારે પણ દેશમાં કોવિડની સંખ્યા અને તેમા થઈ રહેલાં વધારા અંગે પુષ્ટિ કરી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સતત સંપર્કમાં રહેવા માટે કહ્યું છે.