Cyclone Michaung: ચક્રવાત મિચોંગની ચેતવણી વચ્ચે ચેન્નાઈમાં ધોધમાર વરસાદ, પ્લેન-ટ્રેન સેવા ખોરવાઈ

Cyclone Michaung: સાયક્લોન મિચોંગે તેનો અસલી રંગ બતાવવાનું શરુ કરી દીધું છે. ચેન્નાઈમાં જોરદાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એટલું જ નહીં હવાઈ અને ટ્રેન સેવા પણ ખોરવાઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચેન્નાઈમાં ગઈ કાલ રાત્રીથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.
  • હાવાઈ અને ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ છે.
  • આવતીકાલે વાવાઝોડુ તમિલનાડુના તટીય વિસ્તારમાં ટકરાશે.

ચેન્નાઈઃ સાયક્લોન મિચોંગ ધીરે ધીરે તમિલનાડુના તટીય વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ચેન્નાઈના અનેક વિસ્તોરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક રસ્તાઓ પરથી ઝાડ તૂટીને જમીન દોસ્ત થઈ ગયા છે. કાંચીપુરમમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે અનેક રસ્તાઓ અને વિસ્તારો બેટમાં ફેરવાયા છે. એટલું જ નહીં એરપોર્ટ પર પણ પાણી ભરાઈ જતા પ્લેન સેવાને અસર થઈ છે. સાથે જ ટ્રેન સેવા પણ ખોરવાઈ છે. બીજી તરફ, તાબંરમ વિસ્તારમાં કેટલાંક લોકો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે 15 લોકોનું રેસ્ક્યૂ હાથ ધરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સાયક્લોન મિચોંગ આંધ્ર પ્રદેશના તટીય  વિસ્તારમાં પાંચ ડિસેમ્બરે ટકરાય એવી શક્યતા છે. આ દરમિયાન 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

મોટાભાગના વિસ્તારો પાણીમાં 
ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નીંચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. આવતીકાલે આ સાયક્લોન બપોરે નેલ્લોર અને મછલીપટ્ટમના દરીયાકાંઠે ટકરાય એવી શક્યતા છે. એટલું જ નહીં ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ રાત્રે વરસાદ પડ્યો હતો. 

6 ટ્રેનો રદ્દ કરવામાં આવી
દક્ષિણ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી બી.ગુગનેશને જણાવ્યું કે, તમિલનાડુમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડતી 6 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. બીજી તરફ, માછીમારોને પણ દરિયો ખેડવા ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બંગાળમાં ખાડીમાં સર્જાયેલું આ વાવાઝોડુ મિચોંગ આવતીકાલે ટકરાય એવી શક્યતા છે. 

ઉડાનો અને રન વે બંધ
ઠેર ઠેર પાણી ભરાઈ ગયુ હોવાથી 14 જેટલાં સબવે બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરના એરપોર્ટ પણ વરસાદની લપેટમાં આવી ગયા છે. ચેન્નાઈ એરપોર્ટ પર પણ પાણી ભરાઈ જતા થોડો સમય માટે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફને પણ તૈનાત કરી દેવામાં આવી છે.