Dawood Ibrahimની મુંબઈ-રત્નાગિરીની સંપતિની થશે હરાજી, 5 જાન્યુઆરીએ કેરીના બગીચાની લાગશે બોલી

DawooD Ibrahim: દાઉદ ઈબ્રાહીમની મુંબઈ અને રત્નાગિરીમાં સંપતિ આવે છે. જેની હવે હરાજી થશે. આગામી પાંચ જાન્યુઆરીએ તેના કેરીના બગીચાની પણ બોલી બોલાશે.

Share:

હાઈલાઇટ્સ

  • મુંબઈ અને રત્નાગિરીમાં આવેલી છે દાઉદની પ્રોપર્ટી
  • આગામી પાંચ જાન્યુઆરીએ સંપતિથી થશે હરાજી
  • મુંબઈ-રત્નાગિરીમાં બંગલો, કેરીના બગીચાની હરાજી

મુંબઈઃ થોડા સમય પહેલાં એવી અફવાઓ વહેતી થઈ હતી કે દાઉદને ઝેર આપી દેવામાં આવ્યું છે અને તે પાકિસ્તાનની કરાચીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, મુંબઈ પોલીસે આ વાતને અફવા ગણાવી છે. તેની વિરુદ્ધ એજન્સીઓની તપાસ યથાવત છે.  SAFEMA હેઠળ તેની મુંબઈ અને રત્નાગિરીની અનેક સંપતિઓની આગામી પાંચ જાન્યુઆરીએ બોલી બોલાશે. કેન્દ્ર સરકારે આ મુદ્દે અખબારોમાં જાહેરાત પણ આપી છે. હરાજી બપોરે બે વાગ્યાથી લઈને 3.30 વાગ્યા સુધી થશે. કેટલાંક વર્ષો પહેલાં રત્નાગિરીના ખેડ તાલુકામાં બંગલા અને કેરીના બગીચાઓ સહિત કુલ ચાર સંપતિઓને જપ્ત કરવામાં આવી છે. આ જ સંપતિની આગામી જાન્યુઆરીમાં હરાજી થશે. 

આ હતી પહેલી હરાજી 
દાઉદની 11 સંપતિઓની હરાજી પહેલીવાર 2000માં ઈન્કમટેક્સ વિભાગે કરી હતી, પરંતુ ત્યારે હરાજીમાં કોઈ પણ આવ્યું નહોતું. જો કે, છેલ્લાં કેટલાંક સમયથી એજન્સીઓને દાઉદની અનેક પ્રોપર્ટી વેચવામાં અને ખરીદદારોને કબજો અપાવવામાં મહત્વની ભૂમિકા રહી છે. 
 
2018માં વેચાઈ હોટલ 
વર્ષ 2018માં નાગપાડામાં દાઉદની એક હોટલ, એક ગેસ્ટ હાઉસ અને એક બિલ્ડીંગની હરાજી થઈ હતી. આ દરમિયાન દાઉદની બહેન હસીના પારકરની પણ દક્ષિણ મુંબઈનો ફ્લેટ વેચવામાં એજન્સીઓને સફળતા મળી હતી. 

પેટ્રોલ પંપની પણ હરાજી 
નાગપાડામાં 600 વર્ગ ફૂટની ડી કંપનીનો એક ફ્લેટ એપ્રિલ 2019માં 1.80 કરોડમાં હરાજી થઈ હતી. 2018માં SAFEMAના અધિકારીઓએ પાકમોડિયા સ્ટ્રીટમાં દાઉદની સંપતિની હરાજી કરી હતી. જે એક ટ્રસ્ટે 3.51 કરોડમાં ખરીદી હતી. ડિસેમ્બર, 2020માં રત્નાગિરીમાં દાઉદ ઈબ્રાહિમના પરિવારની 1.10 કરોડ કિંમતની સંપતિની હરાજી થઈ હતી. જેમાં બે પ્લોટ અને એક બંદ પડેલો પેટ્રોલ પંપ પણ સામેલ હતો. ખેડ તાલુકાના લોટે ગામમાં આ સંપતિઓ દાઉદની બહેન હસીના પારકરના નામ પર રજિસ્ટર્ડ હતી. હસીનાનું મોત અનેક વર્ષો પહેલાં થઈ ચૂક્યું છે. 
 
ડી કંપનીની ધમકી 
ભૂતકાળમાં દાઉદની જે સંપતિઓની હરાજી થઈ તેમાં 4.53 કરોડ રુપિયાની આવક થઈ હતી. એક રેસ્ટોરાં 3.53 કરોડમાં વેચાયેલા છ ફ્લેટ અને 3.52 કરોડમાં વેચાયેલું એક ગેસ્ટ હાઉસ પણ સામેલ છે. જે લોકોએ દાઉદની પ્રોપર્ટી ખરીદી હતી, તેમાંથી કેટલાંક લોકોને ડી કંપની દ્વારા ધમકીઓ પણ મળી હતી.