Dawood Ibrahim Properties Auction: દાઉદની સંપતિની નીલામી, કોણ બોલી લગાવશે?

Dawood Ibrahim Property Auction: દાઉદ ઈબ્રાહિમની મહરાષ્ટ્ર્ની ચાર સંપતિની આજે નીલામી છે. મુંબઈમા આજે 19 લાખ રુપિયામાં રાખવામાં આવી છે.

Share:

હાઈલાઇટ્સ

  • મહારાષ્ટ્ર્માં આજે દાઉદની સંપતિની હરાજી
  • ચાર સંપતિની આજે હરાજી લાગશે, કોને ફળશે
  • આ પહેલાં પણ ડોનની સંપતિ માટે લાગી છે હરાજી

મુંબઈઃ અંડરવર્લડ ડોન દાઉદ ઈબ્રાહીમની મુંબઈમાં આવેલા પ્રોપર્ટી માટે આજે નીલામી છે. 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદની મહારાષ્ટ્રમાં આવેલી ચાર સંપતિઓી આજે નીલામી છે. SAFEMA હેઠળ નાણા મંત્રાલયે મુંબઈમાં ઈન્કમટેક્સ વિભાગમાં આજે નીલામી છે. જો કે, આ વાતની માહિતી પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ તમામ સંપતિ દાઉદના પરિવારની છે. આ પ્રોપર્ટીને માત્ર 19 લાખ રુપિયાની હરાજી માટે નક્કી કરવામા આવી છે. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલા કેરીના બગીચા પણ આમાં સામેલ છે. 
  
આ સામેલ થશે 
પ્રાપ્ત મીડીયા રિપોર્ટ મુજબ, વકીલ અને શિવસેનાના નેતા અજય શ્રીવાસ્તવ આ હરાજીમાં સામેલ થઈ શકે છે. જેમાં દાઉદની પૈતૃક સંપતિની હરાજી સામેલ છે. આ પહેલાં પણ તેઓ દાઉદની સંપતિ માટે બોલી લગાવી ચૂક્યા છે. તેમાં મુંબઈમાં આવેલું તેમનું બાળપણનું ઘર પણ સામેલ છે. જો કે, આ પહેલાં તેઓ 2000માં થયેલી સંપતિની હરાજીમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. પણ આતંકવાદી પ્રવૃતિના કારણે કોઈ બોલી લગાવવા માટે આવ્યું નહોતુ. 

આટલા કરોડ સરકાઈ કમાયા 
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, આજે બપોરે બે વાગ્યાથી માંડીને સાડા ત્રણ વાગ્યા સુધી બોલી ચાલશે. આ પહેલાં જે નીલામી થઈ હતી એમાં હોટલ રોનક અફરોજ, શબનમ ગેસ્ટ હાઉસ અને 2017માં ભીંડી બજાર પાસે આવેલી દામરવાલા ઈમારત સામેલ હતી. આની હરાજીમાંથી સરકારને  11 કરોડ રુપિયા મળ્યા હતા. આ પહેલાં પણ ભારત સરકારે તેના પર ગાળિયો કસ્યો હતો.