ડાર્ક વેબ પર ICMR ડેટા વેચવાના કેસમાં 4ની ધરપકડ, 81 કરોડ ભારતીયોનો ડેટા થયો લીક

ICMR Data leak: આઈસીએમઆર ડેટા લીક મામલે દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આમાં સામેલ ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ કબૂલ્યું કે, તેઓએ એફબીઆઈ અને પાકિસ્તાની એજન્સીના પણ ડેટા ચોર્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ડાર્ક વેબ પર 81 કરોડ ભારતીયોનો ડેટા વેચ્યો
  • ચાર લોકોની દિલ્હી પોલીસે કરી ધરપકડ
  • આઈસીએમઆરનો ડેટા લીક કરી વેચ્યો હતો

નવી દિલ્હીઃ ભારતીયોની ખાનગી માહિતી વેચવાના મામલે દિલ્હી પોલીસે ચાર લોકોની ધરપકડ  કરી છે. આરોપીઓ પર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચા ડેટા બેંકમાંથી ડેટા ચોરીને તેને ડાર્ક વેબ પર વેચવાનો આરોપ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, આરોપીઓને ત્રણ અલગ અલગ રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ આઈસીએમઆરનો ડેટા ચોર્યો અને પછી તેને ડાર્ક વેબ પર વેચ્યો હતો. 81 કરોડ ભારતીયોનો ડેટા લીક થયો હતો. 

FBI-CNICનો પણ ડેટા ચોર્યો
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દિલ્હી પોલીસે એ રિપોર્ટને ધ્યાનમાં લીધો કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 81 કરોડ ભારતીયોનો રસીકરણનો ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. સૂત્રનો જણાવ્યા મુજબ, આ તમામ આરોપીઓ ગેમિંગ પ્લેટફોર્મ પર મળ્યા હતા. બાદમાં શોર્ટ કટમાં રુપિયા કમાવવાની લ્હાયમાં આ કાંડ કર્યો હતો. તેઓએ એફબીઆઈ અને સીએનઆઈસીનો પણ ડેટા ચોર્યો હોવાની કબૂલાત કરી છે. 

ખાનગી ડેટા વેચ્યો 
દિલ્હી પોલીસના સાઈબર યૂનિટે ભારતીયોની ખાનગી માહિતી ડાર્ક વેબ પર વેચવાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓને દસ દિવસ પહેલાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આરોપીઓ આ રીતે અન્ય કોઈ સંસ્થાને નિશાન બનાવીને ડેટા ચોર્યો છે કે નહીં. આ સિવાય તેઓએ ડાર્ક વેબ પર અન્ય કયો કયો ડેટા વેચ્યો છે. ખેર, પોલીસ તપાસમાં આ મામલે મોટો અને ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે.