Diwali 2023: જાણો દિવાળી, બેસતા વર્ષ અને લાભ પાંચમ માટેના શ્રેષ્ઠ મુહૂર્તો

લાભપાંચમ-શ્રીપંચમીએ વેપાર-ધંધાના મુર્હૂત કરવા-સોદા કરવા, પેઢી ખોલવા માટે ઉત્તમોત્તમ દિવસ છે

Courtesy: Twitter

Share:

 

Diwali 2023: હિંદુ પંચાગ અનુસાર, શ્રાવણ મહિનાથી સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી મહત્વનો તહેવાર ગણાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરૂં મહત્વ હોય છે.  ગુજરાતીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે કારણ કે દેવ ઉઠી એકાદશીએ શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ પાંચમે પૂર્ણ થાય છે. ત્યારે જાણો આ તહેવારોના શુભ મુહૂર્તો વિશે.

Diwali 2023ના શુભ મુહૂર્તો

આસો માસની અમાસની તિથિ પર દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ધોકો હોવાના કારણે દિવાળીનો તહેવાર 6 દિવસ ઉજવાશે. જેની શરૂઆત ધન તેરસ સાથે થાય છે. ધન તેરસના દિવસે ધન્વંતરી, લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના 5 દિવસ હોય છે, જેમાં ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈ બીજનો સમાવેશ થાય છે.

 

આ વર્ષે ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે, જેને યમ દીપદાન કહેવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે ધન્વંતરી દેવની પૂજા પણ કરવામાં આવે છે. ત્યાર બાદ ચતુર્દશી તિથિ 11 નવેમ્બરને 2023ના રોજ બપોરે 01:58 વાગ્યે શરૂ થઈ હતી. આ દિવસે અભ્યંગ સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. 

દિવાળી પૂજાનું શુભ મુહૂર્ત 

આ વર્ષે દિવાળી (Diwali 2023)નો તહેવાર રવિવાર, 12 નવેમ્બરને 2023ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે પૂજા માટેનો શુભ સમય આ પ્રમાણે છેઃ

- પૂજા માટેનો શુભ સમય - સવારે 8:02થી 12:11 સુધી 

- બપોરે 1:34થી 2:57 સુધી 

- સાંજે 5:42થી 10:34 સુધ

સ્વાતિયુક્ત અમાવસ્યા

- બપોરના 2:45થી 3:10 સુધી

- સાંજના 5:58થી 10:45 સુધી

- રાતના 12:40થી 2:45 સુધી

 

બેસતુ વર્ષ : વિક્રમ સંવત-2080 (14-11-2023)

વિક્રમ સંવત 2080નો પ્રારંભ કારતક સુદ એકમ તા. 17-11-2023ને મંગળવારના રોજ થાય છે. બેસતુ વર્ષ, નૂતન વર્ષ છે. પરંપરાગત પ્રણાલી પ્રમાણે બેસતા વર્ષે મુહૂર્ત કરનારે નવા વર્ષનું મુહૂર્ત કરવું.

નવા વર્ષે પેઢી ખોલવાના મુહૂર્તનો સમય

- સવારના 9:40થી બપોરના 1:45 સુધી.

 

ત્યાર બાદ 15 નવેમ્બર, 2023ના રોજ ભાઈબીજ, યમ દ્વીતિયા અને ગોવર્ધન પૂજા, અન્નકૂટ વગેરેનો દિવસ છે. જ્યારે કારતક સુદ પાંચમ, શનિવારને તા. 18 નવેમ્બર, 2023ના રોજ લાભ પાંચમ છે. શ્રી પંચમી સૌભાગ્ય પંચમી, પાંડવપંચમી છે. જૈન જ્ઞાનપંચમી છે.

 

લાભપાંચમ-શ્રીપંચમીએ વેપાર-ધંધાના મુર્હૂત કરવા-સોદા કરવા, પેઢી ખોલવા માટે ઉત્તમોત્તમ દિવસ છે. વિદ્યાભ્યાસનો પ્રારંભ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા આ દિવસ શ્રેષ્ઠ છે.

- સવારના 8:20થી 9:40 સુધી

- બપોરના 12:30થી 1:45 સુધી