Doctor એ રેપ પીડિતાનો દર્દનાક ટૂ-ફિંગર ટેસ્ટ કર્યોઃ હાઈકોર્ટે ફટકાર્યો 5 લાખનો દંડ!

હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, પ્રદેશ સરકાર જલ્દીથી જલદી પીડિતાને પાંચ લાખ રૂપીયાનું વળતર આપે. બાદમાં આ રકમ ડોક્ટરોના પગારમાંથી કાપી લેવામાં આવે. કોર્ટે કહ્યું કે, આ ડોક્ટરોએ રેપ પીડિતાની ગરીમાને ઠેસ પહોંચાડી છે.

Share:

હાઈલાઇટ્સ

  • આ કેસ હિમાચલના કાંગડા જિલ્લાના પાલમપુરનો છે
  • હાઈકોર્ટે ટેસ્ટ કરનારા ડોક્ટર્સને દંડ કર્યો છે. દંડની રકમ ડોક્ટરોના પગારમાંથી કાપવાના આદેશ આપવામાં આવ્યા છે. 

 

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે નાબાલીક રેપ પીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કરનારા ડોક્ટરને ફટકાર લગાવી છે. આ સાથે જ પીડિતાનો ટૂ ફિંગર ટેસ્ટ કરનારા ડોક્ટરને 5 લાખ રૂપીયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ તરલોક સિંહ ચૌહાણ ઔરત્યેન વૈદ્ય અને પાલમપુરની સિવિલ હોસ્પિટલના એ ડોક્ટરને આ દંડ ફટકારવામાં આવ્યો છે કે જેણે આ ટેસ્ટ કર્યો હતો. પોતાના આદેશમાં હાઈકોર્ટે કહ્યું કે, રિપોર્ટ માટે ઉપયોગ કરવામાં આવેલા ટેસ્ટ સહિત આખી પ્રક્રીય કાયદા અનુસાર ખૂબજ ખરાબ હતી. 

હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, પ્રદેશ સરકાર જલ્દીથી જલદી પીડિતાને પાંચ લાખ રૂપીયાનું વળતર આપે. બાદમાં આ રકમ ડોક્ટરોના પગારમાંથી કાપી લેવામાં આવે. કોર્ટે કહ્યું કે, આ ડોક્ટરોએ રેપ પીડિતાની ગરીમાને ઠેસ પહોંચાડી છે. ડોક્ટરોના કારણે પીડિતાને માનસિક કષ્ટ પહોંચ્યું છે. આ સિવાય તેને ટૂ-ફિંગર ટેસ્ટ પહેલા ડરાવવામાં પણ આવી અને ધમકાવવામાં પણ આવી હતી. 

આ કેસ હિમાચલના કાંગડા જિલ્લાના પાલમપુરનો છે. અહીંયા એક નરાધમે બાળકી સાથે રેપ કર્યો હતો. બાદમાં મેડિકલ માટે પીડિતાને પાલમપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીંયા ડોક્ટરોએ તેનો ટૂ-ફિંગર ટેસ્ટ કર્યો હતો. બાદમાં આ મામલો હિમાચલ કોર્ટ સુધી પહોંચ્યો. હવે આ મામલે હાઈકોર્ટે ટેસ્ટ કરનારા ડોક્ટર્સને દંડ કર્યો છે. દંડની રકમ ડોક્ટરોના પગારમાંથી કાપવાના આદેશ આપવામાં આવ્યા છે.