Donkey Flight: મોટાભાગના પેસેન્જર્સ પાસે રિટર્ન ટિકિટ હતી, એરલાઈન્સ કંપનીના વકીલનો જવાબ

ફ્રાંસમાં જે ફ્લાઈટ અટવાઈ હતી અને પરત ફરી એના વકીલે કહ્યું કે, તમામ પેસેન્જર્સનું હોટલ બુકિંગ હતુ અને તમામ પાસે રિટર્ન ટિકિટ હતી. મહત્વનું છે કે, માનવ તસ્કરીની શંકામા પ્લેન રોકવામાં આવ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • માનવ તસ્કરીની શંકામાં ફ્રાંસમાં પ્લેન રોકવામાં આવ્યું હતું
  • કંપનીના વકીલે કહ્યું-તમામ પેસેન્જર્સ પાસે રિટર્ન ટિકિટ હતી
  • તમામ પેસેન્જર્સનું હોટલ બુકિંગ પણ થઈ ગયુ હતુ

નવી દિલ્હીઃ જે એરલાઈન કંપનીના વિમાનનો ઉપયોગ કથિત રીતે માનવ તસ્કરી તરીકે કરવામાં આવ્યો હતો અને તેને ફ્રાંસમાં રોકવામાં આવ્યું હતું. તે કંપનીના વકીલે દાવો કર્યો છે કે, મોટાભાગના પેસેન્જર્સ પાસે રિટિર્ન ટિકિટ હતી. વકીલનું કહેવું છે કે, મોટાભાગના યાત્રીઓના પાસ નિકારાગુઆથી હોટલ બુકિંગ તથા રિટર્ન ટિકિટ હતી. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, વિમાનના 303માંથી 299 ભારતીય પેસેન્જર્સ હતા અને વિમાનને એક ખાનગી બાતમી મળ્યા બાદ રોકવામાં આવ્યું હતું. એવી શંકા હતી તે માનવ તસ્કરીના પીડિતો છે. 

ભારતીયોની સંખ્યા વધી 
પ્રાપ્ત વિગતો મુજબ, વિમાન વ્યક્તિઓને સંયુક્ત રાજ્ય અમેરિકામાં તસ્કરી કરવાનો પ્રયાસ કરવાનારા એક ગુનાહિત સિંડિકેટ સાથે સંકળાયેલું હોઈ શકે છે. મધ્ય અમેરિકા દેશ નિકારાગુઆમાં ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારાઓમાં ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. રોમાનિયા સ્થિત એરલાઈન કંપનીના વકીલ લિલિયાના બકાયોકાએ કહ્યું કે, હં કંપનીનો વકીલ છું. ન્યાયાધીશ સામે પેસેન્જર્સના બચાવમાં મારા સહકર્મીઓએ મીડિયાને કહ્યું હતું કે, તમામ યાત્રીઓ પરત આવી ગયા છે. તેઓ પાસે હોટલ બુકિંગ અને રિટર્ન ટિકિટ હતી. 

તમામ પાસે રિટર્ન ટિકિટ 
જ્યારે પૂછવામાં આવ્યું કે, 303માંથી માત્ર 12ની પાસે જ રિટર્ન ટિકિટ હતી. ત્યારે બાકાયોકાએ કહ્યું કે, કંપનીના પ્લેનને એક ગ્રાહક દ્વારા રેન્ટ પર લેવામાં આવ્યું હતું. જે એક વિદેશી કંપની છે. આવી ઉડાનો માટે તે ભાડે લે છે. જે પણ યાત્રીઓનો બચાવ કર્યો તેઓ તમામ પાસે રિટર્ન ટિકિટ હતી અને હોટલ બુકિંગ પણ હતું. એ વાત પણ સાચી છે કે, ન્યાયાધીશે માત્ર ત્રણ જ લોકોની વાત માની. 

માનવ તસ્કરીની શંકામાં ફસાયુ હતુ 
મહત્વનું છે કે, પેરિસથી 150 કિલોમીટર દૂર આવેલાં વૈટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની શંકામાં રોકવામાં આવ્યું હતું. ચાર દિવસ સુધી આકરી પૂછપરછ બાદ તેઓને ભારત પરત મોકલવામા આવ્યા હતા. જે સોમવારે સવારે મુંબઈમાં લેન્ડ થયુ હતુ. જેમાં 276 જેટલાં પેસેન્જર્સ પરત ફર્યા હતા. જ્યારે કેટલાંક લોકોએ શરણ માગતા ત્યાં રોકાયા હતા.