'શિવ' ગયા 'મોહન' આવ્યા, ભાજપે કરી MPના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત

મોહન યાદવ મધ્યપ્રદેશના સીએમ, જગદીશ દેવરા અને રાજેશ શુક્લા ડેપ્યુટી સીએમ, નરેન્દ્ર તોમર વિધાનસભાના સ્પીકર હશે.

Share:

હાઈલાઇટ્સ

  • ડો. મોહન યાદવ બન્યા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી
  • વિધાનસભા દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

મધ્યપ્રદેશમાં ભાજપે ઉત્તર-દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને રાજ્યના નવા સીએમ તરીકે પસંદ કર્યા છે. ભાજપ નેતૃત્વનો આ નિર્ણય ચોંકાવનારો છે. મોહન યાદવ શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવ રાષ્ટ્રીય સ્વયંસેવકની નજીક છે. આ સાથે શિવરાજ સિંહ ચૌહાણના 16 વર્ષના શાસન બાદ મધ્યપ્રદેશને નવો ચહેરો મળ્યો છે. ભાજપે 1965માં જન્મેલા ઓબીસી ચહેરા તરીકે રાજ્યની કમાન મોહન યાદવને સોંપી છે.

એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીડી શર્માના ભાષણ પછી નિરીક્ષક મનોહર લાલે ધારાસભ્ય દળને સંબોધવાનું શરૂ કર્યું હતું. નિરીક્ષકો છત્તીસગઢની તર્જ પર એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ બનાવવાની ફોર્મ્યુલા લઈને આવ્યા છે. મધ્યપ્રદેશમાં બે ડેપ્યુટી સીએમ - જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા હશે. તેમજ નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.

કોણ છે મોહન યાદવ?
ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય મોહન યાદવે B.Sc., L-L.B., M.A.(રાજકીય વિજ્ઞાન), M.B.A., Ph.D.કર્યું છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો 1982માં માધવ સાયન્સ કોલેજ સ્ટુડન્ટ યુનિયનના સહ-સચિવ અને 1984માં પ્રમુખ હતા.