Success Story: માતા વેચતા હતા દારુ, દીકરાએ પહેલાં MBBS અને પછી IAS બની અપાવ્યો ગર્વ

Success Story: ડૉ. રાજેન્દ્રએ ખૂબ જ મહેનત કરી અને પછી તેઓએ એમબીબીએસ કર્યુ. એ પછી તેઓ આઈએએસ બન્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • દારુ વેચતી માતાનો દીકરો બન્યો આઈએએસ
  • પહેલાં આઈપીએસની પરીક્ષા પાસ કરી
  • પછી તેઓએ આઈએએસની પરીક્ષા પાસ કરી

IAS Rajendra Bharud Success Story: યુપીએસસી સિવિલ પરીક્ષામાં સફળ થવું એ દરેક વ્યક્તિના હાથની વાત નથી. ત્યારે એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. એક એવા આઈએસ અધિકારી કે જેઓએ અથાગ મહેનત કરીને આ સ્થાન મેળવ્યુ છે. તેઓએ ખૂબ જ મહેતન કરી હતી અને એમબીબીએસ બન્યા અને પછી તેઓ આઈએએસ બન્યા. મહત્વની વાત તો એ છે કે, તેમના માતા દારુ વેચતા હતા. ત્યારે તેઓએ આ સ્થાન હાંસલ કરીને માતાને પણ ગર્વ અપાવ્યું છે. તેમનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર ભારુડ. 

માતા દારુ વેચતા હતા
ડોક્ટર રાજેન્દ્ર ભારુડ મહારાષ્ટ્રના વતની છે. જેઓએ શરુઆતનો અભ્યાસ અહીં જ કર્યો હતો. જ્યારે તેઓ પોતાની માતાના ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થઈ ગયુ હતું. એ પછી તેમની માતાને સમાજે એવી સલાહ આપી કે ગર્ભપાત કરાવી દો. જો કે, માતાએ એવું કર્યુ નહીં. એ પછી પરીવારના ભરણપોષણની જવાબદારી પણ આવી ચઢી. તેમના માતા બાળકોને ઉછેરવા માટે દારુ વેચતા હતા. 

દારુના રુપિયાથી પુસ્તકો ખરીદતા 
ડોક્ટર રાજેન્દ્ર ભારુડ દારુના રુપિયાથી પોતાની પુસ્તકો ખરીદતા હતા. તે અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતા. તેઓએ ધોરણ 10માં 95 ટકા અને ધોરણ 12માં 90 ટકા મેળવ્યા હતા. તેમના અભ્યાસ પ્રત્યેનો લગાવ જોઈ સમાજ પણ મેણાં મારતો હતો. જો કે, તેઓએ આ મેણાની કોઈ ચિંતા ન કરી. તેઓ અભ્યાસ કરતા રહ્યાં.

પહેલાં એમબીબીએસ અને પછી યુપીએસસી
ડોક્ટર રાજેન્દ્રએ સખત મહેનત કરી અને પોતાના દમ પર ધોરણ બાર પાસ કર્યા બાદ મેડિકલ એન્ટરન્સ એક્ઝામ ક્લિયર કરી. એ પછી તેઓએ એમબીબીએસની ડિગ્રી મેળવી. બાદમાં તેઓએ યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા કરવાનું નક્કી કર્યું. તેઓએ પહેલાં જ પ્રયાસમાં આઈપીએસ કેડર મેળવ્યું. એ પછી પણ તેઓ રોકાયા નહીં અને એક્ઝામ ક્રેક કરીને આએએસ કેડર મેળવ્યું. હાલ તેઓ કલેક્ટર બની ગયા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે.