Karnataka: દારુડિયા પતિએ પત્નીની આંખો ફોડી, ગાલ કાપ્યા..હેલ્મેટથી માર્યો ભયંકર માર

Husband Bites Wife Eye: કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કન્નડ જિલ્લાના બેલ્તાંગઢીમાં દારુડિયા પતિએ પત્નીને હેલ્મેટથી માર માર્યો હતો અને પછી તેની આંખો ફોડી નાખી હતી

Share:

હાઈલાઇટ્સ

  • નશામાં ધૂત પતિએ પત્નીની આંખો ફોડી નાખી
  • પત્નીના ગાલ પણ કાપી નાખ્યા, હેલ્મેટથી મારી
  • પત્ની અને દીકરી બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ

કન્નડઃ કર્ણાટકના કન્નડ જિલ્લામાં આવેલા બેલ્તાંગઢીમાંથી એક ચોંકાવનારો કિસસો સામે આવ્યો છે. અહીં નશામાં ધૂત પતિએ પોતાની પત્નીની આંખો કાઢી નાખી હતી. તેના ગાલ પણ કાપી નાખ્યા હતા. એટલું જ નહીં તેને હેલ્મેટથી ખૂબ માર માર્યો હતો. એ પછી ગંભીર રીતે ઘાયલ થયેલી પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પતિને દારુ પીવાની લત છે. તે પત્ની પાસે આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કર્યો હતો. જ્યારે પત્નીએ વિરોધ કર્યો તો તેણે તેના પર હુમલો કરી દીધો હતો. 

પત્ની પર હેલ્મેટથી કર્યો હુમલો 
કન્નડના એસપી રશ્યાંતે મીડિયાને જણાવ્યું કે, 55 વર્ષીય આરોપી સુરેશે તેની પત્ની પર હેલ્મેટથી હુમલો કર્યો હતો. તેણે પત્નીની આંખો કાઢી નાખી અને ગાલ પણ કાપી નાખ્યા હતા. જ્યારે તેની માતાને બચાવવા માટે આરોપીની દીકરી વચ્ચે પડી તો તેણે તેને પણ ન છોડી. આરોપીએ તેની દીકરીને પણ માર માર્યો હતો. જે બાદ તે ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી છૂટી હતી. મંગળવારે સવારે પીડિતા બેભાન અવસ્થામાં મળી હતી. જો કે, માતા અને દીકરી બંને હાલ સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડ્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. 

પરિણીતાનો આપઘાત 
આગરાના ફતેબાદમાંથી પણ એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. હનુમાનનગર મોહલ્લામાં રહેતી એક મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે જણાવ્યું કે, દેવેન્દ્ર રાઠોડની 28 વર્ષીય પત્ની રેખાએ પોતાના રુમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બીજી તરફ, પરિણીતાના પિયર પક્ષે હત્યાનો આરોપ લગાવ્યો છે. 

હત્યાના આરોપ 
પરિવારનો આરોપ છે, તેમના લગ્ન 16 એપ્રિલ, 2016માં થયા હતા. લગ્ન પછી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એટલે પરિવારે હત્યાની આશંકા સેવી છે. જો કે, પોલીસ તપાસમાં આ મામલે ખુલાસો થઈ જશે. હાલ પોલીસે ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. રિપોર્ટ આવ્યા બાદ હત્યા છે કે આપઘાત એ સામે આવશે.