J&K: કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જમ્મુમાં કાતિલ ઠંડી, પહાડો પર છવાઈ સફેદી

Snowfall In J&K: જમ્મુ-કાશ્મીરમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે કેટલાંક વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. હજુ પણ કાતિલ ઠંડી પડવાના અણસાર છે.

Share:

હાઈલાઇટ્સ

  • જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સફેદ ચાદર છવાઈ
  • બે દિવસ ભારે હિમવર્ષા થવાનું અનુમાન સેવવામાં આવ્યું
  • હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે હિમવર્ષાની આગાહી

જમ્મુ-કાશ્મીરઃ ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ હતી. એ પછી સોમવારે એટલે કે આજે તાપમાનમા પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ જમ્મુમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. ડિસેમ્બરનું પહેલી વીક નીકળી ગયું છે અને પહાડો પર હિમવર્ષા ચાલુ છે. હવામાન વિભાગનું માનીએ તો, પશ્ચિમી હિમાલય વિસ્તારમાં આવનારા સમયમાં વરસાદની સાથો સાથ ભારે હિમવર્ષા જોવા મળશે. 

ક્યારે થશે જોરદાર હિમવર્ષા?
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, 11 અને 12 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે. તો ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળશે. વરસાદ અને હિમવર્ષાના કારણે તાપમાનમાં પણ મોટો ઘટાડો આવી શકે છે. 

પહેલગામ સૌથી ઠંડુ 
હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં માઈનસ પાંચ ડિગ્રી નોંધાયુ હતુ. અમરનાથ યાત્રીઓ માટે બેઝ કેમ્પોનું એક પહલગામ છે. શુક્રવારે કાશ્મીર ઘાટીમાં પહલગામ સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરમાં કેવું રહેશે વાતાવરણ?
હવામાન વિભાગનું માનીએ તો 11 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરમાં વાદળો ઘેરાયેલા જોવા મળશે. પરંતુ હવામાન શુષ્ક રહેશે. તો રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાશે. 12થી 15 ડિસેમ્બર દરમિયાન જમ્મુ-કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે. ખાસ કરીને પહાડી એટલે ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળી શકે છે.