શું છે IKS Wiki, સરકારના આ નિર્ણયથી સ્ટુડન્ટ્સને કેટલો ફાયદો થશે? યુવાઓ માટે ખાસ

કેન્દ્ર સરકાર ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન સંબંધિત જાણકારીઓને વધારો આપવા માટે વીકીપીડિયાની જેમ IKS Wiki નામનું પોર્ટલ ખોલવા માગે છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તેને લોન્ચ કરશે અને વિદ્યાર્થીઓને ફાયદો થશે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારત સરકાર લોન્ચ કરવા જઈ રહી છે IKS Wiki
  • સ્ટુડન્ટ્સ અને યુવાઓને આમાં કરાશે સામેલ
  • વીકીપીડિયાની જેમ આ પોર્ટલ પર ભારતીય સંસ્કૃતિ હશે

નવી દિલ્હીઃ ભારતીય જ્ઞાન અને પરંપરા તથા સંસ્કૃતિને વધારો આપવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ સંબંધિત માહિતી વિદ્યાર્થીઓ અને યુવાઓ સુધી પહોંચે એ હેતુથી સરકાર એક વીકીપીડિયા જેવું પોર્ટલ લોન્ચ કરવા જઈ રહી છે. જેનાથી વિદ્યાર્થીઓ અને યુવાઓને ફાયદો થશે. IKS Wiki નામનું આ પોર્ટલ સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરશે. જેમાં ઈન્ટર્નશિપ કાર્યોક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પણ તેની સાથે જોડવામાં આવશે. જેથી કરીને તેઓ આમાં જોડાઈ શકે અને પોતાનું યોગદાન આપી શકે. આ વાતની જાણકારી એક અધિકારીએ આપી હતી. 

સરળ ભાષામાં માહિતી આપવાનો હેતુ 
એક અધિકારીએ જણાવ્યું કે, આ પોર્ટલ શરુ કરવા પાછળનો હેતુ સરળ ભાષામાં જાણકારી આપવાનો છે. જેને સામાન્ય લોકો પણ સમજી શકે. વિદ્યાર્થીઓને પણ આની સાથે સાંકળવામાં આવશે. તેઓ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ હેઠળ તેમાં પોતાનું યોગદાન આપી શકશે. જેથી વિદ્યાર્થીઓ માટે એક ઈન્ટર્નશિપ કાર્યક્રમ પણ શરુ કરવામાં આવ્યો છે. 

અનેક ભાષાઓમાં હશે આર્ટિકલ 
આ પોર્ટબમાં ભારતીય ભાષાઓ સાથે અંગ્રેજી ભાષામાં પણ આર્ટિકલ હશે. જો કે, વિકીપીડિયા વિશ્વનું સૌથી મોટુ ઓનલાઈન વિશ્વકોશ છે. જેમાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ, દર્શન, સંસ્કૃતિ વગેરે પર અનેક આર્ટિકલ્સ છે. જેથી તમામને સરળ ભાષામાં માહિતી મળી શકે. 

યુવાઓને ભાગીદાર બનાવવા પહેલ 
આ સિવાય અન્ય પણ છે. ભારતપીડિયા કે જે એક પ્રાઈવેટ ફાઉન્ડેશન ચલાવે છે. પરંતુ આકેએસ રાજ્યની પહેલી પહેલ હશે. આના દ્વારા વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપમાં આઈકેએસ સમુદાય દ્વારા તમામ ચીજવસ્તુઓ પુરી પાડશે. ફોટો, સ્કેચ, મલ્ટિમીડિયા, કાર્ટૂન, ગ્રાફિક્સ સહિતની સામગ્રી યોગદાન કરી શકશે.