Election Result 2023: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા..ભાજપની સ્થિતિ ક્યાં ખરાબ?

Election Result 2023: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ ભાજપ તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. ચારેય રાજ્યોમાં હાલ કેવી સ્થિતિ છે, કરીએ એના પર એક નજર.

Share:

હાઈલાઇટ્સ

  • મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે
  • રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહી છે
  • છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે

Election Result 2023: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની હાલ મત ગણતરી ચાલી રહ્યું છે. જો કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ આગળ છે. તો છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. ચારેય રાજ્યોમાં કોની સરકાર બનશે એની સ્પષ્ટતા થોડા સમયમાં થઈ જશે. મતગણતરી પહેલાં એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બને એવા અણસાર છે. 

'અમારી સરકાર બનશે'

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચોહાણે વલણો જોતા ટ્વિટ કર્યું કે, ભારત માતા કી જય, જનતા જનાર્દન કી જય. આજે મધ્ય પ્રદેશમાં ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે, જનતાનો આશીર્વાદ અને પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે ફરી એકવાર પોતાની સરકાર બનાવવા માટે જઈ રહી છે. ભાજપના તમામ ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ. 

કોંગ્રેસ નેતા શ્રીનિવાસ શું બોલ્યા? 

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ટ્રેન્ડમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા શ્રીનિવાસે કહ્યું કે, ચારેય રાજ્યોમાં કોંગ્રેસ પોતાની સરકાર બનાવવા માટે જઈ રહી છે. મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.

છત્તીસગઢની સ્થિતિ શું?

છત્તીસગઢમાં હાલ મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ 42  સીટો પર આગળ છે. બીજી તરફ, ભાજપ 46 સીટો પર આગળ છે. અન્ય પક્ષો બે સીટો પર આગળ છે. છત્તીસગઢમાં ચૂંટણી પંચ મુજબ, કોંગ્રેસ 15 સીટો પર અને ભાજપ 13 સીટો પર આગળ છે. 

તેલંગાણામાં કોંગ્રેસ આગળ

તેલંગાણામાં મત ગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ, તેલંગાણામાં કોંગ્રેસ 63 સીટો પર આગળ છે. જ્યારે બીઆરએસ 50 સીટો પર આગળ છે. ભાજપ અને અપક્ષ ઉમેદવારો ચાર સીટો પર આગળ છે. 

ભાજપને બહુમત? 

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચાલી રહેલાં ટ્રેન્ડમાં ભાજપને બહુમત મળી ચૂકી છે. જ્યારે છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસને બહુમત મળી ચૂક્યો છે. જો કે, આ રાજ્યોમાં કોની સરકાર બનશે એનો નિર્ણય સાંજ સુધીમાં થઈ જશે. મધ્ય પ્રદેશની 230 સીટ પર, છત્તીસગઢની 90, તેલંગાણાની 119 અને રાજસ્થાનની 199 વિધાનસભા સીટો પર મતદાન યોજાયુ હતુ. 

કેવી છે સુરક્ષા?

ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. મિઝોરમમાં સાત નવેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી. સોમવારે એટલે કે ચાર ડિસેમ્બરના રોજ અહીં મતગણતરી થશે. જો કે, હવે સાંજ સુધીમાં ચાર રાજ્યોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.