Election Result: 4 રાજ્યોનો ચૂંટણી ટ્રેન્ડ PM મોદી-Rahul Gandhiને શું મેસેજ આપે છે?

Election Result 2023: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં હાલ મતગણતરી ચાલી રહી છે. ચારેય રાજ્યોના પરિણામ સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે. શરુઆતના વલણમાં રાજસ્થાન-MPમાં BJP આગળ અને છત્તીસગઢ-તેલંગાણામાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે.

Share:

હાઈલાઇટ્સ

  • હાલના ટ્રેન્ડમાં ચારમાંથી ત્રણમાં ભાજપની સરકારના સંકેત જોવા મળી રહ્યાં છે
  • એક રાજ્યમાં કોંગ્રેસ સરકાર બને એવું ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે
  • છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે

Election Result 2023: રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં હાલ મત ગણતરી ચાલી રહી છે. ચારેય રાજ્યોમાં કોની સત્તા આવશે એનું ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. શરુઆતના ટ્રેન્ડમાં વારંવાર ફેરફાર જોવા મળી રહ્યો છે. પહેલાં એવો ટ્રેન્ડ જોવા મળ્યો કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ છે. જ્યારે છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે. પણ જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે સામે આવેલા ટ્રેન્ડ મુજબ, ભલે એ પછી રાજસ્થાન હોય, મધ્ય પ્રદેશ હોય કે પછી છત્તીસગઢ હોય, એક પણ જગ્યાએ કોઈ પણ એક પાર્ટીની આંધી જોવા મળી રહી નથી. ક્યારેક ટ્રેન્ડમાં એવું મળ્યું કે, ભાજપ આગળ છે તો થોડી વાર પછી સામે આવેલા ટ્રેન્ડમાં ભાજપને બહુમત મળ્યો. છત્તીસગઢમાં તો કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 

PM મોદી-રાહુલને શું મેસેજ?

શરુઆતના ટ્રેન્ડમાં એવું જોવા મળ્યું કે, મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સત્તા વિરોધી લહેરને દૂર કરતા જોવા મળ્યા. મધ્ય પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બની રહી હોય એવું જોવા મળ્યું હતું. હવે, જોવાનું એ રહ્યું કે, શિવરાજ સિંહ ચૌહાણ પાંચમી વાર મુખ્યમંત્રી બનશે કે નહીં. કે પછી કોઈ નવા ચહેરાના હાથમાં ભાજપ સત્તા સોંપશે. આ રીતે શિવરાજ સિંહ ચૌહાણની સરકાર કોંગ્રેસનું સૂંપડું સાફ કરતી નજરી પડી રહી છે. આ સાથે જ તેમની સત્તાની વાપસી થઈ રહી હોય એવા પણ સંકેત મળી રહ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસ પણ હાલ ટક્કર આપતી નજરે પડી રહી છે. 

છત્તીસગઢમાં CM ભૂપેશ બઘેલને મુશ્કેલી?

છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. બીજી તરફ, તેલંંગાણામાં કેસીઆરનો જાદુ ઓસરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ચારેય રાજ્યોના ટ્રેન્ડ જોતા એવું લાગી રહ્યું છે કે, ચારેય રાજ્યોમાંથી ભાજપ બે અને કોંગ્રેસ એક રાજ્યમાં પોતાની સરકાર બનાવી રહી હોય. છત્તીસગઢમાં હાલ કાંટાની ટક્કર ચાલી રહી છે. 

તેલંગાણામાં કોંગ્રેસ આગળ!

તેલંગાણામાં ટ્રેન્ડ જોતા લાગી રહ્યું છે કે, કોંગ્રેસ  કે.ચંદ્રેશખર રાવ અને તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિને હરાવી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ હાલ આગળ ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ, કોંગ્રેસે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે કેસીઆરની પાર્ટી 40ની અંદર સમેટાઈ ગઈ છે. મહત્વનું છે કે, ગઈ વખતે ભાજપને માત્ર એક જ સીટ પર જીત મળી હતી. જો કે, કયા રાજ્યમાં કોની સરકાર બનશે એનું ચિત્ર સાંજ સુધી સ્પષ્ટ થઈ જશે. પણ કહેવાય છે કે, ક્રિકેટ અને રાજકારણમાં અંત સુધી શું થાય એ કંઈ કહેવાય નહીં. અંધ સુધીનું સસ્પેન્સ યથાવત જ રહેતું હોય છે.