Video: નોકરીમાંથી છૂટો કરી દેવાતા જાહેરમાં માલિક પર છરી લઈને તૂટી પડ્યો કર્મચારી

ઘટનાસ્થળે હાજર દર્શકોએ દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છરી જોઈને લોકો પણ ડરી ગયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • વ્યસ્ત રોડ પર રીતસર ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા
  • છરી જોઈને લોકો પણ ડરી ગયા, જુઓ વીડિયો

પૂણેના પિંપરી-ચિંચવડમાં સોમવારે રાત્રે એમ્પ્લોયર અને તેના કર્મચારી વચ્ચે હિંસક બોલાચાલી થઈ, જે જાહેર રોડ પર છરી વડે હુમલામાં પરિણમ્યું. વીડિયોમાં કેદ થયેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. પોલીસે આરોપી દિગંબર સામે ફોજદારી ગુનાઓ દાખલ કર્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે.

દિગંબર શિવાજી ગાયકવાડ તરીકે ઓળખાયેલા આરોપી શિવપ્પા અડાગલેના ડ્રાઈવર તરીકે કામ કરે છે. કથિત રીતે આ ઝઘડો શિવપ્પાના દિગમ્બરની નોકરીને સમાપ્ત કરવાના નિર્ણયથી થયો હતો. અથડામણ રસ્તા પર થઈ હતી, જ્યાં બંને વ્યક્તિઓ ઝઘડો કરી રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બે વ્યક્તિઓ, કથિત રીતે દારૂના નશામાં, ઉગ્ર દલીલમાં કરી રહ્યા હતા. દિગંબરને નોકરીમાંથી કાઢી મૂકાતા તેણે વાહન અને તેની ચાવી સોંપવાનો ઇનકાર કર્યો, જેથી ઝઘડો ઓર વધી ગયો. ત્યારબાદ, દિગમ્બરે છરી કાડી અને શિવપ્પા પર હુમલો કર્યો, ઉપરાછાપરી ઘા ઝીંકતા શિવપ્પા લોહીલુહાણ થઈને પડી ગયો હતો.

ઘટનાસ્થળ પરના દર્શકોએ દરમિયાનગીરી કરવાનો અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ છરીના હુમલાએ નજીકના લોકોમાં ચિંતા વધારી દીધી. બનાવની જાણ થતાં સ્થાનિક હિંજેવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપી કાર્યવાહીને પરિણામે દિગમ્બરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ઘાયલ શિવપ્પાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો.