Hit & Run cases: પિડીતોને 8 સપ્તાહમાં વળતર મળે તેનું ધ્યાન રાખો.. સુપ્રીમ કોર્ટનો આદેશ

હીટ એન્ડ રનના કેસ અને વળતર આપાયા હોય તેમની સંખ્યામાં મોટુ અંતર હોવા પર પણ કોર્ટે ચીંતા વ્યક્ત કરી

Courtesy: burgerhuyserattorneys

Share:

હાઈલાઇટ્સ

  • સુપ્રીમ કોર્ટે એવું પણ નોંધ્યુ કે વળતરની રમક અત્યંત નગણ્ય છે

છેલ્લા પાંચ વર્ષમાં હીટ એન્ડ રનના અકસ્માતોની સંખ્યા અને તેની સામે ભોગ બનેલાઓને મળેલા વળતરની વચ્ચે ખાઈ જેટલું અંતર હોવા પર મોટી ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે તેમણે મોટર વેહીકલ સ્કીમ અંર્તગત ઉપલબ્ધ વળતર અંગે પિડીતોને જાણ કરવી. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, જસ્ટિસ અભય કે ઓકા અને પકજ મિથલની બેંચે એવું નોંધ્યું હતું કે માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમા એવું નોંધવામાં આવ્યું હતું કે ભારતમાં સરેરાશ 65,000 હીટ એન્ડ રનના કેસ બને છે. પરંતુ મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલા નિવેદનો એવું બતાવે છે કે છેલ્લા 5 વર્ષમાં 660 લોકોએ પોતાના જીવ હીટ એન્ડ રનમાં ગુમાવ્યા અને 113 લોકો ઘાયલ થયા જેની સામે રૂ. 184.60 લાખ વળતર તરીકે ચૂકવામાં આવ્યા હતા. 

ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે, ઘટનાના 8 સપ્તાહમાં વળતર મળી જાય તેનું ધ્યાન રાખવામાં આવે. જસ્ટિસ ઓકાએ એવું પણ નોંધ્યું કે, જો આપણે નોંધાયેલા હીટ એન્ડ રનના કેસને વળતર આપવામાં આવેલા કેસ સાથે સરખાઈએ તો એવું સ્પષ્ટ રીતે દેખાય છે કે જે પીડીતોને આ યોજનાનો લાભ મળ્યો છે તેમની સંખ્યા નગણ્ય છે. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા માર્ગ સલામતી અંગે નિયુક્ત કરવામા આવેલી કમિટીને આ બાબતે તપાસ કરવા માટે આદેશ આપતાં કહ્યું કે,
મોટર વેહીકલ એક્ટ અંર્તગત પિડીતોને આપવામાં આવતા લાભોની અમલવારી અંગે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દરેક દાવેદારને આ સ્કીમનો લાભ મળે અને અકસ્માતમાં ઘાયલ થયેલાઓને તેની જાણ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે. 

કોર્ટે દરેક રાજ્યની પોલીસને એવો આદેશ આપ્યો કે, એક વખત તેમને ખબર પડે અને તેઓ એવા નિષ્કર્ષ પર આવે કે અકસ્માતનો કેસ હીટ એન્ડ રન હતો કે તરત જ પોલીસે પીડીત પરિવારને આ યોજનાનો લાભ લેવા માટે તેની જાણ કરવી જે અંર્તગત મૃતકના પરિવારને રૂ 2 લાખ અને ઘાયલને રૂ. 50,000 મળવા પાત્ર છે. સુપ્રમી કોર્ટે આ રકમને નજીવી ગણાવી અને વળતરની રકમ 8 સપ્તાહમાં પિડીતોને મળી જાય તેનું ધ્યાન રાખવા માટે સુચના આપી હતી.