ભારતના આ નવા વિધ્વંસક યુદ્ધપોતથી ચીન પણ ડરી જશેઃ કોઈ રડાર આને પકડી જ નહીં શકે!

આ સાથે તે સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોથી પણ સજ્જ હશે. તેની સાથે બ્રહ્મોસ એન્ટિ-શિપ મિસાઇલ સિસ્ટમ પણ એન્ટિ-સરફેસ વોરફેર માટે સ્થાપિત છે.

Share:

હાઈલાઇટ્સ

  • આ ખતરનાક યુદ્ધપોતને ઈન હાઉસ સંગઠન યુદ્ધપોત ડિઝાઈન બ્યુરો (WDB) દ્વારા વિકસીત કરવામાં આવ્યું છે
  • આનું નિર્માણ મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે

સમુદ્રમાં ચીનની વધી રહેલી અવળચંડાઈને રોકવા માટે ભારતીય નેવી પોતાની તાકાત વધારી રહી છે. આર્મી અને વાયુસેનાની જેમ નેવી પણ લેટેસ્ટ ટેક્નિકના હથિયારો અને વિધ્વંસક યુદ્ધપોતોથી લેસ થઈ રહી છે. 26 ડિસેમ્બરના રોજ નેવીની તાકાત વધી જશે કારણ કે, આ દિવસે નવી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઈમ્ફાલને કમિશન કરી લેવામાં આવશે. 15બી સ્વદેશી વિધ્વંસક ઈમ્ફાલના કમિશનના સમયે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ મુંબઈના નેવી ડોકયાર્ડ પર ઉપસ્થિત રહેશે. 

આ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર સંપૂર્ણપણે સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે. તેની વિશેષતા એ છે કે તે દુશ્મનના રડારને પણ હરાવીને આગળ વધશે. મતલબ કે દુશ્મનના રડાર તેને પકડી નહીં શકે અને તે પોતાનું ઓપરેશન પાર પાડશે. આ સાથે તે સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોથી પણ સજ્જ હશે. તેની સાથે બ્રહ્મોસ એન્ટિ-શિપ મિસાઇલ સિસ્ટમ પણ એન્ટિ-સરફેસ વોરફેર માટે સ્થાપિત છે.

ભારતના આ ખતરનાક યુદ્ધપોતને ઈન હાઉસ સંગઠન યુદ્ધપોત ડિઝાઈન બ્યુરો (WDB) દ્વારા વિકસીત કરવામાં આવ્યું છે. આનું નિર્માણ મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આની કૂલ ક્ષમતા 7400 ટન છે અને કુલ લંબાઈ 164 મીટર છે. આ ખતરનાક મિસાઈલો સાથે જ એન્ટી શિપ મિસાઈલ, ટોરપીડો સહિત અન્ય આધુનિક હથિયારથી લેસ છે. 

ભારતીય નેવીમાં આ યુદ્ધપોતના જોડાવાથી ચીનનું ટેન્શન વધી જવાનું છે. ચીન અત્યારે હિંદ મહાસાગરમાં જે પ્રકારે દાદાગીરી કરી રહ્યું છે તેની હવે ખેર નથી. આ યુદ્ધપોતના આવવાથી ચીનની દાદાગીરીનો પણ જડબાતોડ જવાબ અપાશે. ચીન પોતાના કેટલાય જહાંજો દ્વારા હિંદ મહાસાગરમાં જાસૂસી કરતું આવ્યું છે. ત્યારે હવે ભારત વધારે મજબૂતી સાથે તેની સામે ઉભું રહેશે અને તેની હરકતો પર પણ એકદમ નજીકથી નજર રાખી શકશે.