આ ગામમાં દરેક વ્યક્તિને છે ભૂલવાની બિમારીઃ કરાઈ રહ્યું છે, ગજબનું એક્સપિરીમેન્ટ!

આ લાંડેસ ગામમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ 102 વર્ષના છે. જ્યારે સૌથી નાની ઉંમરનો વ્યક્તિ 40 વર્ષનો છે.

Share:

હાઈલાઇટ્સ

  • જનરલ સ્ટોર પર વસ્તુ ખરીદવા પૈસા આપવા પડતા નથી... એટલે પર્સ રાખવાનું પણ યાદ ન રાખવું પડે!
  • યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સના સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે ખાસ પ્રયોગ!

આ ધરાતલ પર એક એવું ગામ અને શહેર છે કે જ્યાં બાકીની દુનિયાથી કંઈક અલગ અને અનોખું છે. આ જ પ્રકારે દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં પણ એક અનોખું ગામ છે. અનોખું એટલા માટે કારણ કે અહીંયા રહેનારા દરેક વ્યક્તિને ડેમેન્શિયા એટલે કે ભૂલવાની બિમારી છે.  

આ લાંડેસ ગામમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ 102 વર્ષના છે. જ્યારે સૌથી નાની ઉંમરનો વ્યક્તિ 40 વર્ષનો છે. ગામના મુખ્ય ચોકમાં એક જનરલ સ્ટોર છે જ્યાં તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં પૈસા ખર્ચાતા નથી, તેથી કોઈએ પોતાનું પર્સ સાથે રાખવાનું યાદ રાખવાની જરૂર નથી. તેમજ મફત દુકાનો અને રેસ્ટોરાં, ગ્રામજનોને થિયેટરની મુલાકાત લેવા અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ ગામ એક પ્રયોગ છે
વિલેજ લેન્ડાઈસ એક પ્રકારનો પ્રયોગ છે, એટલે કે, આ ગામ એ પ્રયોગ કરવા માટે ઊભું કરવામાં આવ્યું છે કે શું બધું યાદ રાખવાથી અને સ્ટ્રેસ દૂર કરવાથી અલ્ઝાઈમરથી પીડિત લોકોમાં આ રોગ મટી શકે છે?

આ પ્રયોગ યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સના સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેનું નેતૃત્વ પ્રોફેસર હેલેન અમીવા કરી રહ્યા છે. તે રહેવાસીઓ સાથે વાતચીત કરવા અને રોગની પ્રગતિનું નિરીક્ષણ કરવા દર છ મહિને ગામની મુલાકાત લે છે. અહીંયા શોપિંગથી લઈને સફાઈ સુધીની દરેક વસ્તુ માટે કોઈ નિશ્ચિત સમય નથી, ગ્રામજનોને તેમની પોતાની અનુકૂળતા મુજબ બધું કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.

Tags :