Uttarkashi tunnel collapse: ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની મદદ લેવામાં આવી

ઉત્તરકાશી ટનલમાં છઠ્ઠા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત

Courtesy: Image: Twitter

Share:

 

Uttarkashi tunnel collapse: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલનો એક ભાગ રવિવારે વહેલી સવારે ધરાશાયી (Uttarkashi tunnel collapse) થતા 40 જેટલા મજૂરો ફસાયા છે. આજે સતત છઠ્ઠા દિવસે પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ બચાવ અભિયાનમાં થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે.

 

કાટમાળ દૂર કરવા માટે ઓગર ડ્રિલિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. થાઈલેન્ડના ગુફા બચાવ નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ટનલ  (Uttarkashi tunnel collapse)માં ફસાયેલા કામદારોને પાઈપની મદદથી ઓકિસજન, પાણી અને ખોરાક આપવામાં આવી રહ્યો છે. તેમની સાથે વાતચીત ચાલી રહી છે. બચાવ કામગીરીમાં જોડાયેલા નિષ્ણાતો ટનલમાં ફસાયેલા કામદારોના માનસિક સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

 

ટનલ (Uttarkashi tunnel collapse)ની અંદર કેવી રીતે કામગીરી કરવી તે અંગેના સૂચનો માટે નોર્વેજીયન જીઓટેકનિકલ સંસ્થા પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે. ભારતીય રેલવે અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ જેમ કે રેલ વિકાસ નિગમ લિમિટેડ, રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ (RITES) અને ઈન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન ઈન્ટરનેશનલ લિમિટેડના નિષ્ણાતો પાસેથી પણ સૂચનો લેવામાં આવી રહ્યા છે.

Uttarkashi tunnel collapseમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા વિશેષ મશીન મંગાવવામાં આવ્યું 

દિલ્હીથી એક વિશેષ મશીન સ્થળ પર લાવવામાં આવ્યું છે, તે એક કલાકમાં 4-5 મીટર કાટમાળમાં ઘૂસી શકે છે અને જો બધું બરાબર થાય તો 10-12 કલાકમાં બચાવ પાઈપ કામદારો જ્યાં ફસાયેલા છે ત્યાં સુધી પહોંચવામાં મદદ કરશે. પાઈપનો વ્યાસ 900 મીમી છે જે મજૂરોને બહાર નીકળવા માટે પૂરતો હશે. 

 

ઓગર મશીનનો ઉપયોગ કરીને 800 mm એસ્કેપ પાઈપની પ્રથમ કેપ્સ્યુલ કાટમાળમાં દાખલ કરવામાં આવી છે. આ પાઈપમાં બીજી કેપ્સ્યુલ વેલ્ડ કરીને આગળ નાખવામાં આવી રહી છે. કામદારો 200 મીટર અંદર ફસાયા છે. કામદારો ટનલના એન્ટ્રી પોઈન્ટની અંદર લગભગ 200 મીટર અંદર ફસાયેલા છે. જ્યાં કામદારો ફસાયા છે, તેમની સામે 50 મીટરથી વધુ કાટમાળ છે. 

 

રેસ્ક્યુ ટીમ માટે મુશ્કેલી એ છે કે ટનલનો આ ભાગ ઘણો નબળો છે. કામદારોને બચાવવા માટે કાટમાળ હટાવવાનો પ્રયાસ થતાં જ કાટમાળ ફરીથી સુરંગમાં પડી રહ્યો છે. હવે 50 મીટરથી વધુ લાંબા આ કાટમાળ વચ્ચે 800 અને 900 મિલીમીટર પહોળા સ્ટીલની પાઈપ નાખવામાં આવી રહી છે. કાટમાળ પર સ્ટીલની પાઈપો મૂકીને કામદારોને બહાર કાઢવાનો પ્લાન છે. 

 

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના (Uttarkashi tunnel collapse) સ્થળના બચાવ કામગીરી અંગે NHIDCLના પીઆરઓ ગિરધારીલાલે જણાવ્યું હતુ કે આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમારી પાસે વહીવટી તંત્રનો ટેકો છે.