આખરે ચીને પણ કાન પકડીને સ્વીકાર્યુઃ કહ્યું, મોદીના ભારતમાં દમ છે!

ચીનની સત્તા પર બિરાજમાન ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતના વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા છે. મોદી સરકારની આર્થિક નીતિઓથી લઈને વૈશ્વિક વ્યાપારને વેગ આપવાની નીતિ, સાંસ્કૃતિક એટલે સોફ્ટ પાવરનો ઉપયોગ અને રાજનૈતિક કુશળતાના ચીને ખૂબજ વખાણ કર્યા છે. 

Share:

હાઈલાઇટ્સ

  • પીએમ નરેન્દ્ર મોદીનું ભારત નેરેટિવ હકીકતમાં ભારતની પૂરાતન સંસ્કૃતિની ઓળખને મોર્ડન ટેક્નોલોજી સાથે જોડીને દુનિયા સામે રજૂ કરવાનું છે.
  • ભારત નેરેટીવનો ઉદ્દેશ્ય ઈન્ડિયાના સોફ્ટ પાવરને આગળ રાખીને ભારતના ઈકોનોમિક પાવરને વિશ્વમાં ઓળખ આપાવવાનો છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014 માં દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા હતા. ત્યારે મોદીએ પોતાના છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં દુનિયાના તમામ દેશોની યાત્રા કરી છે અને દુનિયાભરમાં ભારતની છબીને ચમકાવવાનું કામ કર્યું છે. અને આની અસર પણ દેખાય છે. જી-20 માં તેમની સરકારે ઈન્ડિયાની સ્ટ્રેટર્જીથી આગળ વધીને “ભારત” નેરેટીવ સેટ કરવા સુધીનું કામ કર્યું છે. ખુદ ચીને ભારતની ઈકોનોમીના દમને માની લીધો છે અને ચીને મોદી સરકારના વખાણ કર્યા છે. 

જી-20 માં જ્યારે દુનિયાના શક્તિશાળી દેશો ભારત આવ્યા ત્યારે પીએમ મોદીની સરકારે દુનિયા સામે ઈન્ડિયાની જગ્યાએ ભારતની ઓળખને આગળ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ડિનર માટેના આમંત્રણ માં પણ તેમને ભારતના રાષ્ટ્રપતિ કહેવામાં આવ્યા. આ સિવાય જ્યારે દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થયું તો તેમાં પૂર્ણ રીતે ભારતીયતાની છાપ જોવા મળી હતી. 

ચીને પણ માન્યો ભારતનો દમ 
ચીનની સત્તા પર બિરાજમાન ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતના વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા છે. મોદી સરકારની આર્થિક નીતિઓથી લઈને વૈશ્વિક વ્યાપારને વેગ આપવાની નીતિ, સાંસ્કૃતિક એટલે સોફ્ટ પાવરનો ઉપયોગ અને રાજનૈતિક કુશળતાના ચીને ખૂબજ વખાણ કર્યા છે. 

ગ્લોબલ ટાઈમ્સના એક આર્ટિકલમાં ફુડાન યુનિવર્સીટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડાયરેક્ટર ઝાંગ જિયાડોંગનું કહેવું છે કે, ભારતે તેજ ગતિથી ઈકોનોમિક અને સોશિયલ ડેવલપમેન્ટ કર્યું છે. આના કારણે ભારત હવે વધારે આત્મવિશ્વાસથી ભરપૂર બન્યું છે અને સક્રિયતા સાથે ભારત નેરેટીવને બનાવી રહ્યું છે અને વિકસીત કરી રહ્યું છે. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભારત નેરેટિવને આગળ વધારવાની જરૂરત પર જોર આપ્યું હતું. 

શું છે ભારત નેરેટીવ? 
પીએમ નરેન્દ્ર મોદીનું ભારત નેરેટિવ હકીકતમાં ભારતની પૂરાતન સંસ્કૃતિની ઓળખને મોર્ડન ટેક્નોલોજી સાથે જોડીને દુનિયા સામે રજૂ કરવાનું છે. ભારત નેરેટીવનો ઉદ્દેશ્ય ઈન્ડિયાના સોફ્ટ પાવરને આગળ રાખીને ભારતના ઈકોનોમિક પાવરને વિશ્વમાં ઓળખ આપાવવાનો છે. આને આપ મોદી સરકારના કેટલાય કામોથી સમજી શકો છો. જમ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા અપાવવી. ભારતમાં પૂરાતન કાળથી ખવાતા શ્રીઅન્નને વૈશ્વિક રૂપે પોપ્યુલર બનાવવું. તો ડિજીટલ યુગમાં ભારતની સ્વદેશી ટેક્નિક જેવીકે યુપીઆઈથી તેની આર્થિક શક્તિ હોવાનો એહેસાસ કરાવવો.