આખરે ટ્રક ડ્રાઈવરોની હડતાળનો સુઃખદ અંતઃ સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે થયું સમાધાન!

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હિટ એન્ડ રનનો કાયદો અત્યારે લાગુ નહીં કરવામાં આવે. અને જ્યારે આ કાયદો લાગુ કરવામાં આવશે તો આ મામલે ટ્રાન્સપોર્ટરો સાથે ચર્ચા કરાશે. 

Share:

હાઈલાઇટ્સ

  • સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે આજે રાત્રે થયેલી એક બેઠક સફળ રહી
  • બંન્ને પક્ષો વચ્ચે આખરે સમાધાન થઈ ગયું છે. આ સાથે જ ટ્રક ડ્રાઈવરોની હડતાળ પૂરી થવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે આજે રાત્રે થયેલી એક બેઠક સફળ રહી છે. બંન્ને પક્ષો વચ્ચે આખરે સમાધાન થઈ ગયું છે. આ સાથે જ ટ્રક ડ્રાઈવરોની હડતાળ પૂરી થવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહ સચિવ સાથે દિલ્હીમાં થયેલી બેઠક બાદ ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ટ્રક ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચી લેવા માટે અપીલ કરી છે. અપીલમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રાઈવર જલદી જ પોતાનું કામ શરૂ કરી દે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હિટ એન્ડ રનનો કાયદો અત્યારે લાગુ નહીં કરવામાં આવે. અને જ્યારે આ કાયદો લાગુ કરવામાં આવશે તો આ મામલે ટ્રાન્સપોર્ટરો સાથે ચર્ચા કરાશે. 

ત્યારે હવે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને તુરંત જ હડતાળ પૂર્ણ કરવા માટે અપીલ કરી છે. 
 

Tags :