Delhi Police અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ, બે શાર્પ શૂટરને દબોચ્યા

Delhi Police Lawrence Gang Encounter: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે વસંત કુંજ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટર બાદ લોરેન્સ બિશ્નોઈના બે શૂટર્સને ઝડપી પાડ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હી પોલીસ અને લોરેન્સ બેંગ વચ્ચે એન્કાઉન્ટર
  • પોલીસે બે શાર્પ શૂટર્સને ઝડપી પાડ્યા છે
  • પોલીસ અને ગેંગ વચ્ચે જોરદાર ફાયરિંગ થયુ હતુ

નવી દિલ્હીઃ શનિવારની સવારે રાજધાની દિલ્હીમાં જોરદાર ફાયરિંગ થયું હતું. દિલ્હી પોલીસ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચે જોરદાર ફાયરિંગ થયુ હતુ. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ગેંગ વચ્ચે થયેલા એન્કાઉન્ટર બાદ પોલીસે ગેંગના બે શાર્પ શૂટર્સને ઝડપી પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેમાંથી એક શૂટર સગીર છે. તો પોલીસે શાર્પ શૂટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગના એક શાર્પ શૂટરને ઝડપી પાડ્યો છે. તે પહેલાં હત્યાના પ્રયાસ, હત્યા અને બળજબરી વસૂલીના સહિતના 13 કેસોમાં સામેલ છે. બંને પાસેથી બે તમંચા પણ પોલીસે કબજે કર્યા છે. 

આ છે ઘટના 
દિલ્હી પોલીસે જણાવ્યું કે, વસંત કુંજ વિસ્તારમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. એક આરોપીનું નામ 23 વર્ષીય અનીશ છે અને બીજો આરોપી 15 વર્ષનો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બંને દક્ષિણ દિલ્હીમાં એક ફાઈવ સ્ટાર હોટલ પાસે વસૂલી કરવા માટે ફાયરિંગ કરવા માટે જઈ રહ્યા હતા. પંજાબ જેલમાં બંધ અમિત અને અનમોલ બિશ્નોઈના ઈશારે તેઓ કામ કરતા હતા. 
 
બંને બાજુથી ફાયરિંગ 
આ ઘટનામાં પોલીસ અને ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે, ફાયરિંગની ઘટનામાં સદનસીબે કોઈ ઘાયલ થયુ નથી. પોલીસે આરોપીઓ પાસેથી પિસ્તોલ, કારતૂસ અને બાઈક કબજે કર્યા છે. આરોપી અનીશ પર રોહતકમાં છ ગુના નોંધાયા છે. તેના પર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તો અન્ય સગીર આરોપી પર રોહતકમાં એક લૂંટનો ગુનો નોંધાયેલો છે. જો કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.