શિમલાથી લઈને સિડની સુધી... વિશ્વ આખું તૈયાર છે ક્રિસમસના જોરદાર સેલિબ્રેશન માટે!

ક્વિબેક સિટીના બજારો, ફરવા લાયક સ્થળો અને અન્ય વિવિધ સ્થળોએ તો ક્રિસમસનો જાદૂ પથરાયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારતમાં પણ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, તમિલનાડુ સહિતના અનેક શહેરોમાં ક્રિસમસને લઈને ગજબની તૈયારીઓ કરાઈ
  • શિમલામાં ક્રિસમસની રજાઓ અને બરફ વર્ષાનો અદભૂત સંગમ થાય

ક્રિસમસના સેલીબ્રેશનનો સમય આવી ગયો છે. ભારત સહિત વિશ્વભરમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ક્વિબેકથી લઈને સિડની સુધી ક્રિસમસની જોરદાર ઉજવણી કરવા માટે તૈયારી કરી લેવાઈ છે. ક્વિબેક સિટીના બજારો, ફરવા લાયક સ્થળો અને અન્ય વિવિધ સ્થળોએ તો ક્રિસમસનો જાદૂ પથરાયો છે. અહીંયા ક્રિસમસ ટ્રી, રંગબેરંગી લાઈટ્સ, બાળકો માટે શણગારાયેલી ટ્રેનો વગેરે આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. 

આ સિવાય સિડનીમાં પણ ધામધૂમથી ક્રિસમસની ઉજવણી કરવા માટે તૈયારીઓ કરી લેવાઈ છે. આ સિવાય આઈસલેન્ડમાં અનોખો ઉત્સવ ઉજવાશે. તો કિવમાં સ્નોફોલ વચ્ચે એક ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વાય સેન્ટ પીટર સ્ક્વેર પર ક્રિસમસ ટ્રીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. 

તો ભારતમાં પણ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, તમિલનાડુ સહિતના અનેક શહેરોમાં ક્રિસમસને લઈને ગજબની તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા શેહેરોમાં પણ આ વર્ષે ક્રિસમસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. 

પરંતુ જો આપને ક્રિસમસ સેલીબ્રેશન કરવા માટે કોઈ પ્રોપર ડેસ્ટીનેશન પર જવું હોય તો, તેના માટે હિમાચલ પ્રદેશ અત્યારે બેસ્ટ છે. કારણ કે, અત્યારે અહીંયા બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, અને અદભુત કુદરતી સૌંદર્ય અહીંયા પથરાયું છે. ત્યારે થોડા દિવસ બાદ અહીંયા ન્યૂ યરનું સેલીબ્રેશન થશે. આ સિવાય શિમલા જેવા શહેરોમાં પણ ક્રિસમસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. અહીંયા ક્રિસમસની રજાઓ અને બરફ વર્ષાનો અદભૂત સંગમ થાય છે. લાખો પ્રવાસીઓ અહીંયા ફરવા માટે આવે છે. ટુરિસ્ટો માટે ક્રિસમસ સેલીબ્રેશનનું આ એક મનપસંદ શહેર છે.