G20 Summit: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ રિવ્યુ બેઠકનું આયોજન, યુદ્ધ મુદ્દે ચર્ચા

આ બેઠકમાં જી-20 સદસ્યોના નેતાઓ ઉપરાંત 9 અતિથિ દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ ભાગ લેશે

Courtesy: Image: Twitter

Share:

 

G20 Summit: અનેક દેશો દ્વારા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે યોજાનારી જી-20 સમિટ (G20 Summit) દરમિયાન ઈઝરાયલ-હમાસ યુદ્ધને રોકવા અંગે વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. 

 

આ બેઠકમાં જી-20ના લગભગ તમામ સભ્ય દેશો ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે જી-20 પ્લેટફોર્મ પરથી આ યુદ્ધના વિવિધ પાસાઓ પર ઊંડી ચર્ચા કર્યા પછી, ઈઝરાયલ સાથે તાત્કાલિક યુદ્ધવિરામ અને હમાસથી બંધકોની સુરક્ષિત મુક્તિનો રસ્તો સાફ થઈ શકે છે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં G20 Summit

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે જી20ની વર્ચ્યુઅલ બેઠક યોજાનાર છે. જેમાં યુદ્ધને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે. આ બેઠકમાં જી-20 સદસ્યોના નેતાઓ ઉપરાંત 9 અતિથિ દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ ભાગ લેશે. ઉપરાંત બેઠકમાં પુતિન અને ટ્રુડો પણ જોડાશે.

2 વૈશ્વિક યુદ્ધો અંગે ચર્ચા થશે

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ બુધવારથી ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ જી-20 સમિટ (G20 Summit)માં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, જી-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં જૂથના વાર્ષિક સંમેલનમાં નક્કી કરાયેલા પરિણામો અને કાર્યવાહીના મુદ્દાઓને આગળ વધારવામાં આવશે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ સંઘર્ષની અસર અંગે પણ ચર્ચા થશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 નેતાઓની આ ડિજિટલ સમિટનું આયોજન કરે તેના એક દિવસ પહેલા ભારતે જણાવ્યું હતું કે, આ બેઠક દિલ્હી ઘોષણાના અમલીકરણ પર ચર્ચા કરવા, મુખ્ય પડકારો પર સહકાર વધારવા અને વૈશ્વિક શાસનમાં ખામીઓને દૂર કરવાની તક આપશે.

 

સમિટ અંગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતના જી-20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટની સફળ યજમાની બાદ સ્થિતિ બદલાઈ છે. 

 

નવી દિલ્હી ઘોષણા સર્વસંમતિથી સ્વીકારવામાં આવી ત્યારથી વિશ્વએ એક પછી એક ઘણી ઘટનાઓ જોઈ છે અને ઘણા નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું હતું કે, બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસ હશે.

પીએમ મોદીએ કર્યું હતું કોન્ફરન્સનું સૂચન

આ માત્ર એક સંયોગ છે કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતની અધ્યક્ષતામાં જી-20 સમિટ (G-20 Summit) યોજવાનું સૂચન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું અને તેમણે 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાયેલી G-20 કોન્ફરન્સ દરમિયાન આ સૂચન આપ્યું હતું. ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે યોજાઈ રહેલી આ કોન્ફરન્સનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. G-20 દ્વારા ભારતે મધ્ય પૂર્વમાં દોઢ મહિનાથી ચાલી રહેલા આ ભયાનક સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાની પહેલ કરી છે.

Tags :