Pornography: અત્યારની જનરેશન પોર્નોગ્રાફીની આદી, શિક્ષા સમાધાન નથી: મદ્રાસ હાઈકોર્ટ

જસ્ટિસ આનંદ વેંકટેશે આ કેસને ફગાવી દેતા કહ્યું હતું કે, નવી પેઢીના યુવાનો અને કિશોરો પોર્નના વ્યસની બની રહ્યા છે જેમ કે અગાઉની પેઢીઓ દારૂ અને સિગારેટના વ્યસની હતી અને આ યુવાનોને સજા કરવાને બદલે સમાજે તેમનું કાઉન્સિલિંગ કરાવવા માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ.  

Courtesy: menshealth

Share:

હાઈલાઇટ્સ

  • કિશોરને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે તે ઈન્ટરનેટ પર પોર્ન ફિલ્મો જોવાનો વ્યસની હતો
  • પોલીસે તે ફોન પણ જપ્ત કર્યો હતો જેમાંથી યુવકે પોર્ન વિડીયો ડાઉનલોડ કર્યો હતો.

મદ્રાસ હાઈકોર્ટે ચેન્નાઈના એક યુવક વિરુદ્ધ તેના ફોન પર બે ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવા અને જોવા બદલ પોલીસ દ્વારા નોંધાયેલ કેસને રદ્દ કર્યો હતો.

આ સમગ્ર મામલે પહેલાતો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અંબત્તુર પોલીસે તે ફોન પણ જપ્ત કર્યો હતો જેમાંથી યુવકે પોર્ન વિડીયો ડાઉનલોડ કર્યો હતો.

જસ્ટિસ આનંદ વેંકટેશે આ કેસને ફગાવી દેતા કહ્યું હતું કે, નવી પેઢીના યુવાનો અને કિશોરો પોર્નના વ્યસની બની રહ્યા છે જેમ કે અગાઉની પેઢીઓ દારૂ અને સિગારેટના વ્યસની હતી અને આ યુવાનોને સજા કરવાને બદલે સમાજે તેમનું કાઉન્સિલિંગ કરાવવા માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ.  

અદાલતે એમ પણ જણાવ્યું હતું કે પુખ્ત વયની મહિલા સાથે સેક્સ માણતા કિશોરોના બે વીડિયો, જે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યા હતા, તે યુવકના ખાનગી ડોમેનમાં જ રહ્યા હતા.

તેણે એમ પણ કહ્યું હતું કે યુવકને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે તે ઈન્ટરનેટ પર પોર્ન ફિલ્મો જોવાનો વ્યસની હતો. અને તેણે એ પણ કબૂલ્યું હતું કે તે આ આદતમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કાઉન્સેલિંગ કરાવવા માટે તૈયાર છે.