IT એન્જિનિયર ફ્રેન્ડ સાથે લગ્ન કરવા પહેલા લિંગ બદલ્યું, પછી જીવતી સળગાવી દીધી

તમિલનાડુમાં લિંગ બદલાવીને છોકરીમાંથી છોકરો બનનારા વ્યક્તિએ તેના જ મિત્રની હત્યા કરી નાખી. આરોપી વેટ્રીમારને તેની સ્કુલ ફ્રેન્ડ નંદિનીની એવી રીતે હત્યા કરી કે આ સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય.

Share:

હાઈલાઇટ્સ

  • તમિલનાડુના ચેન્નાઈમાં યુવતીની નિર્મમ હત્યા
  • જન્મદિવસ પર મિત્રએ જીવતી સળગાવી દીધી

ચેન્નાઈ: એક 'ટ્રાન્સસેક્સ્યુઅલ' વ્યક્તિએ મહિલા સોફ્ટવેર એન્જિનિયરની નિર્દયતાથી હત્યા કરી. કહેવામાં આવી રહ્યું છે કે બંને બાળપણથી એકબીજાને ઓળખતા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. સોમવારે આ કેસની માહિતી આપતા પોલીસે કહ્યું કે શંકાસ્પદની ઓળખ વેટ્રીમારન તરીકે થઈ છે જે એક 'ટ્રાન્સ' મેન છે. વેત્રીમારને તેના બાળપણની બહેનપણી જે સોફ્ટવેર એન્જિનિયર હતી, તેને જીવતી સળગાવી દીધી.

આરોપીએ તેનું નામ પંડી મહેશ્વરી (અગાઉની સ્ત્રી)થી બદલીને વેટ્રીમારન કર્યું હતું. તે શનિવારે ચેન્નાઈના દક્ષિણ ઉપનગર કેલમ્બક્કમ નજીક થલમ્બુર ખાતે આર. નંદિનીને તેના જન્મદિવસની સરપ્રાઈઝ આપવાના બહાને તેની આંખો પર પટ્ટી બાંધી હતી અને પછી તેને સાંકળોથી બાંધીને જીવતી સળગાવી દીધી.

મૃતક યુવતી મદુરાઈની 25 વર્ષની સોફ્ટવેર એન્જિનિયર હતી અને અહીં કામ કરતી હતી. નંદિનીને તેના ઈરાદા પર શંકા ન હતી કારણ કે વેટ્રીમારને કહ્યું હતું કે તે તેના જન્મદિવસ પહેલા તેને સરપ્રાઈઝ આપવા માંગે છે. નંદિની અહીં તેના સંબંધીના ઘરે રહેતી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે 26 વર્ષની પંડી મહેશ્વરી નંદિની સાથે મદુરાઈની એક સ્કૂલમાં ભણતી હતી. મહેશ્વરીએ પોતાનું નામ બદલીને વેટ્રીમારન રાખ્યું તે પછી પણ, નંદિનીએ માનવતાના ધોરણે તેની મિત્રતા ચાલુ રાખી. તેઓ બંને અહીં એક કંપનીમાં કામ કરે છે. બનાવને પગલે પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ગુનાની કબૂલાત કરી
જ્યારે રાહદારીઓએ નંદિનીનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓએ તેને બચાવવાનું શરૂ કર્યું. નંદિનીએ તેને ફોન નંબર જણાવ્યો. તે નંબર માત્ર વેટ્રીમારનનો હતો. જ્યારે લોકોએ ફોન પર ફોન કર્યો તો વેટ્રીમારન ઘટનાસ્થળે પહોંચી ગયો. બધા નંદિનીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેણીએ જીવ ગુમાવ્યો હતો. બાદમાં જ્યારે વેટ્રીમારનની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

Tags :