Gogamedi Murder Case: લેડી ડોન પૂજાએ આપ્યા હતા હથિયાર, શૂટર્સને ઘરમાં આપ્યો હતો આશરો

Gogamedi Murder Case: રાજસ્થાન કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યામાં લેડી ડોન પૂજા સૈનીની ભૂમિકા સામે આવી છે. તેણે હથિયાર આપ્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • સુખદેવ સિંહ ગોગામેડીના હત્યામાં ખુલ્યુ રહસ્ય
  • લેડી ડોન પૂજાએ શૂટર્સને હથિયારો આપ્યા હતા
  • પૂજાની ધરપકડ, પતિ મહેન્દ્ર મેઘવાલ હાલ ફરાર

Gogamedi Murder: રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ઘરમાં જ ગોળીઓ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મર્ડર કેસમાં એક લેડી ડોનની ભૂમિકા સામે આવી છે. આ લેડી ડોનનું નામ પૂજા સૈની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, શૂટર્સને આ લેડી ડોને મદદ કરી હતી. જેને પોલીસે હાલ ઝડપી પાડી છે. તેણે શૂટર્સને હથિયારો આપ્યા હતા અને ઘરમાં આશરો પણ આપ્યો હતો. ત્યારે આ કેસમાં વધુ ખુલાસો થઈ શકે છે. 

કોણ છે લેડી ડોન પૂજા સૈની?
પૂજાએ લેડી ડોન પૂજા સૈનીને ટોંકમાંથી ઝડપી પાડી છે. જો કે, હથિયારોનો જથ્થો લઈને તેનો પતિ મહેન્દ્ર મેઘવાલ ફરાર થઈ ગયો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પૂજા સૈનીના ઘરેથી એકે 47 રાઈફલ રાખેલી એક તસવીર પણ મળી છે. જેને લઈને એવી આશંકા છે કે, તેનો પતિ આ રાયફલ લઈને ફરાર થઈ ગયો છે. 

પૂજાના પતિએ આપ્યા હતા હથિયાર 
જયપુરના પોલીસ અધિકારી બીજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે, પૂજાના પતિ મહેન્દ્રએ નીતિન ફૌજીને હથિયાર પૂરા પાડ્યા હતા. શૂટર્સે પાંચમી ડિસેમ્બરે હત્યાને અંજામ આપ્યો એ પહેલાં લગભગ એક અઠવાડિયા સુધી તેઓ પૂજા અને મહેન્દ્રના ભાડાના ફ્લેટમાં રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પૂજાનો પતિ મેઘવાલ ઉર્ફે સમીર કોટા હિસ્ટ્રરીશીટર છે. 

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન 
મહત્વનું છે કે, લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલા એક શખ્સે ફેસબુક પોસ્ટમાં હત્યાની જવાબદારી લેતા કહ્યું હતું કે, સુખદેવ સિંહ અમારા દુશ્મનોનું સમર્થન કરી રહ્યો હતો. પૂજાના ફ્લેટ પરથી એકે47 રાયફલની તસવીર પણ મળી છે. જેથી આશંકા છે કે, તેનું આ ગેંગ સાથે કનેક્શન હોઈ શકે છે. પૂરતા પુરાવા પણ પોલીસને મળ્યા છે અને તેના આધારે આ શંકા પ્રબળ બને છે કે, બિશ્નોઈ ગેંગનું નેટવર્ક અહીં પણ છે.