Gold Price Update: આજનો લાભ લઈ લો, સોના અને ચાંદીના ભાવમાં થયો તગડો ઘટાડો

સોના અને ચાંદીના ભાવમાં તગડો ઘટાડો થયો છે. એટલે કે જો તમે સોનું કે ચાંદી ખરીદવા માગતા હોવ તો આજે સારી તક છે અને તમને મોટો ફાયદો થશે.

Share:

હાઈલાઇટ્સ

  • સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો
  • સોનાના ભાવમાં 206 રુપિયાનો થયો ઘટાડો
  • ચાંદીના ભાવમાં પણ થયો ઘટાડો, ખરીદી લો

Gold Price Update: ગુરુવારે સોનાએ આકાશી સપાટી વટાવી હતી. ત્યારે હવે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સાતમા આસમાનથી સોનુ નીચે પટકાતુ જોવા મળ્યું હતું. સોનાની સાથો સાથ ચાંદી પણ સસ્તુ થયુ છે. બે દિવસમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. 206 રુપિયાના ઘટાડા સાથે સોનાનો ભાવ 63,246 રુપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો હતો. આ પહેલાં સોનું 229 રુપિયા મોંઘુ થયુ હતુ. 

ખરીદી લો...
સોનાના ભાવની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ચાંદી 1238 રુપિયાના ઘટાડા સાથે 73395 રુપિયા પ્રતિ કીલોના સ્તરે પહોંચ્યો હતો. આ પહેલાં ગુરુવારે ચાંદી 569 રુપિયાના ઉછાળા સાથે 74633 રુપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી. ત્યારે હવે દુકાનદારો પણ એવી આશા રાખી રહ્યા છે કે, ગ્રાહકોનાં ધસારો વધી શકે છે. 

આટલા માટે અંતર હોય છે 
શુક્રવારે 24 કરેટનું સોનું સસ્તુ થઈને 63246 રુપિયાના ભાવે પહોંચ્યુ હતુ. જ્યારરે 23 કેરેટ 62993, 22 કેરેટ 57933 રુપિયા અને 18 કેરેટ 47435 રુપિયા અને 14 કેરેટ 36999 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ કરી રહ્યુ હતુ. મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય બજાર અને MCX પર સોના અને ચાંદીના રેટ ટેક્સ વગર હોય છે. એટલા માટે દેશભરના બજારોમાં અંતર જોવા મળે છે.